મશીનમાં ફસાઈ ગયો માસૂમનો જીવ! આ સમાચારમાં ભયાનક તસવીરો છે. વાસ્તવમાં આ ઘટના ત્યારે બની જ્યારે એક નાનું બાળક ઘરની પાછળ રમી રહ્યું હતું. અચાનક જ્યારે તે વોશિંગ મશીન પાસે હતો ત્યારે જોરથી ધડાકાનો અવાજ સંભળાયો.ત્યારબાદ ઘરના આગળના ભાગમાં કામ કરતી માતાએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો, માતા તરત જ બાળકની નજીક દોડી ગઈ અને ત્યાંનું દ્રશ્ય જોઈ ગભરાઈ ગઈ. તેનું માસૂમ બાળક વોશિંગ મશીનના ડ્રાયરમાં ખરાબ રીતે ફસાઈ ગયું હતું…
માતાએ બાળકને તાત્કાલિક બહાર કાઢવા માટે ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહી. આથી તેણે તાત્કાલિક ઈમરજન્સી સર્વિસને ફોન કર્યો. જ્યાં તેણે સમગ્ર ઘટનાને વિગતવાર વર્ણવી હતી. મામલાની ગંભીરતા સમજીને ફાયર ફાઈટર તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, ત્યારબાદ તેમણે બાળકને વોશિંગ મશીનના ડ્રાયરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. એક…બે…ત્રણ…કલાકોની જહેમત બાદ આખરે બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું. આ સમગ્ર દ્રશ્યનો એક ભયાનક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે…
જુઓ વીડિયો…
View this post on Instagram
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક બાળક વોશિંગ મશીનના ડ્રાયરમાં ખરાબ રીતે ફસાઈ ગયું છે. બહાર માત્ર તેના હાથ અને પગ જ દેખાય છે. તે જ સમયે, અન્ય ફાયર ફાઇટર તે નાના બાળકને વોશિંગ મશીનના ડ્રાયરમાંથી બહાર કાઢવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તેઓ એક પછી એક વોશિંગ મશીનને સંપૂર્ણ રીતે ખોલીને અલગ કરી રહ્યા છે. કટર વડે કેટલાક ભાગોને પણ કાપવામાં આવ્યા. કલાકોની મહેનત બાદ ફાયર ફાઈટરોએ ડ્રાયરને મશીનથી અલગ કર્યું, ત્યારબાદ બાળક પણ ડ્રાયરમાંથી સુરક્ષિત બહાર આવ્યું.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી, પરંતુ આ પહેલા પણ ઘણી વખત આવી ઘટનાઓ બની ચૂકી છે. જ્યારે બાળકો પોતાની અજ્ઞાનતાને કારણે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય છે.
આ પણ વાંચો:ટ્રાફિક અટકાવીને ડાન્સ કરી રહી હતી મહિલા, આ વ્યક્તિ થયો ગુસ્સે, વિડીયો વાયરલ
આ પણ વાંચો:પાકિસ્તાનમાંથી અંજુનો નવો વીડિયો વાયરલ, હિજાબમાં જોવા મળી; સાથે જોવા મળેલી ત્રીજી વ્યક્તિ કોણ હતી?
આ પણ વાંચો:માતૃત્વ છલકાયું, ‘માં તે માં બીજા બધા વગડાના વા’ જુઓ આ વાયરલ વિડીઓ