Today Special/ વર્ષ 2026 માં ‘ઇદ ઉલ ફિત્ર’ ક્યારે મનાવાશે? જાણો પાક રમઝાન મહિનાનું મહત્વ…

Eid-ul-Fitr 2026 (ઈદ-ઉલ-ફિત્ર)નો આ તહેવાર મુહબ્બત અને ભાઈચારાનો દ્યોતક છે. એને મીઠી ઈદ પણ કહે છે કારણ, આ દિવસે મીઠી સેવૈયા બનાવવામાં આવે છે…

India festival Trending
Eid-ul-Fitr 2026, મુસ્લિમ, અલ્લાહ, મીઠી સેવૈયા, મોહમ્મદ પયબંગર

Today Special: ભારતમાં ચાંદ દેખાયા પછી 19 ફેબ્રુઆરી 2026 થી પવિત્ર રમઝાન મહિના (Ramadan Month)નો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ સંજોગોમાં, 20 માર્ચ કે 21 માર્ચના રોજ ‘ઈદ-ઉલ-ફિત્ર’ અર્થાત્ ‘મીઠી ઈદ’ (Eid-ul-Fitr 2026, Mithi Eid, 20 March or 21 March 2026) મનાવવામાં આવશે. જો કે, રમઝાનની તારીખ ચાંદ ક્યારે દેખાય છે એના પર નિર્ભર હોય છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ લોકો આતુરતાપૂર્વક ઈદની રાહ જોઇ રહ્યાં છે. તો ચાલો જાણીએ, આ વર્ષનો આખરી રોજો ક્યારે રાખવામાં આવશે?

Eid-ul-Fitr 2026, મુસ્લિમ, અલ્લાહ, મીઠી સેવૈયા, મોહમ્મદ પયબંગર

ઇસ્લામમાં સૌથી પાક રમઝાન મહિનો

ઈસ્લામ ધર્મમાં રમઝાનને વર્ષનો સૌથી પાક અર્થાત્ પવિત્ર મહિનો (હિજરીનો 9મો મહિનો) માનવામાં આવે છે. હિજરી સંવતનો પ્રારંભ ઈ.સ. 622 માં પયગંબર મોહમ્મદના મક્કાથી મદીના સ્થળાંતર અર્થાત્ હિજરત (Prophet Muhammad’s journey from Mecca to Medina)ની ઐતિહાસિક ઘટનાથી થયો હતો. આ મહિનાને અલ્લાહની ઇબાદત, ધૈર્ય, મુહબ્બત અને દાનનો મહિમા છે. જે વિશ્વભરના મુસ્લિમ સમુદાય (Muslim Community) માટે આધ્યાત્મિક વિકાસ, શુદ્ધિકરણ અને સ્વ-શિસ્તનો સમય દર્શાવે છે.

ચાંદ દેખાયા બાદ રમઝાનની શરુઆત થાય છે. રમઝાનને અલ્લાહની ઈબાદત, રહેમત અને હિદાયતનો મહિનો પણ કહેવાય છે. આ દરમિયાન, સવારથી સાંજ સુધી કંઇ પણ ખાધા-પીધા પછી રોજા (ઉપવાસ) રાખવામાં આવે છે. આ દિવસે સવારના સમયે સહરી અને સાંજે ઇફ્તાર (Sehri and Iftar) કરવામાં આવે છે.

Eid-ul-Fitr 2026, મુસ્લિમ, અલ્લાહ, મીઠી સેવૈયા, મોહમ્મદ પયબંગર

ઇસ્લામ ધર્મ (Islam)ના પ્રમુખ તહેવારો પૈકીનો એક ઈદ-ઉલ-ફિત્ર

આ મહિના દરમિયાન, લોકો સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી ખાવા-પીવાનું સદંતર ટાળે છે. તેઓ એવું માને છે કે, આમ કરવાથી સામુદાયિક તથા આધ્યાત્મિકતાની ભાવનાનો વિકાસ થાય છે. રમઝાન મહિનાના અંતે, ઉપવાસના સમાપનના તહેવાર ઇદ અલ-ફિત્રની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર ઇસ્લામ ધર્મ (Islam)ના પ્રમુખ તહેવારો પૈકીનો એક છે.

સામાન્યત: ભારતમાં સાઉદી અરેબિયા પછીના એક દિવસ પછી રમઝાન ઉજવવામાં આવે છે, કારણ અર્ધચંદ્રાકાર ચંદ્ર સૌપ્રથમ સાઉદી અરેબિયા (Saudi Arebia) અને પશ્ચિમી દેશોમાં તથા એના બીજા દિવસે ભારત (India)ના કેટલાક પ્રદેશોમાં દેખાય છે. ઇસ્લામિક માન્યતા અનુસાર, પવિત્ર ‘કુરાન’ ગ્રંથ (Quran)નું આ મહિનામાં અવતરણ થયું હતુ, આથી તેને દયા અને માર્ગદર્શનનો મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિનાના 30 દિવસોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જે પૈકી પ્રત્યેક 10 દિવસને અનુક્રમે, દયા, આશીર્વાદ અને ક્ષમા તરીકે ઓળખવામાં આવે છે.

Eid-ul-Fitr 2026, મુસ્લિમ, અલ્લાહ, મીઠી સેવૈયા, મોહમ્મદ પયબંગર

ઈદ-ઉલ-ફિત્ર (Eid-ul-Fitr 2026) ક્યારે મનાવવામાં આવશે?

ઈસ્લામ ધર્મના પાંચ સ્તંભ તૌહીદ (એક અલ્લાહ પર યકીન), નમાઝ, રોજા, હજ અને જકાત (Tawheed, Namaz, Roja, Hajj and Zakat) ગણાય છે. આ પાક મહિના દરમિયાન, તમામ ખરાબ આદતોથી દૂર રહીને રોજા રાખવામાં આવે છે. રમઝાનને અલ્લાહની ઇબાદત (Worship of Allah) માટે સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં પાંચ સમયની નમાઝ પઢવામાં આવે છે. આ પાંચ નમાઝને ફઝ્ર, ઝોહર, અસર, મગરિબ અને ઈસા તરીકે ઓળખવામાં આવે છે. રમઝાનમાં આ નિયમોનું સખ્તાઇથી પાલન કરવામાં આવે છે.

આખા એક મહિના સુધી રોજા રાખ્યા બાદ, મુસ્લિમ સમાજના લોકો ઈદગાહ અથવા તો મસ્જિદમાં ઈદની નમાઝ પઢે છે અને અલ્લાહનો શુક્રિયા અદા કરે છે.

Eid-ul-Fitr 2026, મુસ્લિમ, અલ્લાહ, મીઠી સેવૈયા, મોહમ્મદ પયબંગર

20 અથવા 21 માર્ચના રોજ ભારતમાં ઈદ મનાવાશે

ઈસ્લામમાં આખરી 10 દિવસના ત્રીજા તબક્કાને અશરા (Ashra) કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે, રમઝાન મહિનો હવે સમાપન તરફ અગ્રેસર છે. આ સાથે જ લોકો ઈદ મનાવવાની રાહ જોઇ રહ્યા છે. દર વર્ષે ઈદ મનાવવાની તારીખ વિશે અસમંજસની સ્થિતિ હોય છે અને એનું કારણ એ છે કે, ઈદ ક્યારે મનાવવી એ ચાંદ ક્યારે દેખાશે એની પર નિર્ભર કરે છે. આ સંજોગોમાં ભારતમાં ઈદ ક્યારે મનાવી શકાય એમ છે એ વિશે જોઇશું…

ઇસ્લામી ચંદ્ર કેલેન્ડરમાં પ્રત્યેક મહિને 29 અથવા 30 દિવસનો જ મહિનો હોય છે. રમઝાન મહિનામાં 29 મા દિવસે ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવશે. આ સંજોગોમાં 20 અથવા 21 માર્ચના રોજ ઈદ મનાવાશે. આ દિવસે લોકો સવારની નમાઝ પછી એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદ આપે છે.

Eid-ul-Fitr 2026, મુસ્લિમ, અલ્લાહ, મીઠી સેવૈયા, મોહમ્મદ પયબંગર

નમાઝ બાદ શરુ થાય છે ઈદની ઉજવણી

ઈદનો ચાંદ નજરે ચડ્યા બાદ, તરત જ ઈદની મુબારકબાદ આપવા (Eid Mubarak)નો સિલસિલો શરુ થઇ જાય છે. ઈદ મનાવવા માટે આગલા દિવસે રાતથી જ ભાત-ભાતના પકવાન બનાવવાનું મુસ્લિમ ઘરોમાં શરુ થઇ જાય છે. બજારોમાં રોનક છવાઇ જાય છે અને ચાંદ દેખાયા બાદ સવારે ઈદની નમાજ અદા કરવામાં આવે છે.

Eid-ul-Fitr 2026, મુસ્લિમ, અલ્લાહ, મીઠી સેવૈયા, મોહમ્મદ પયબંગર

‘મીઠી ઈદ’ કેમ કહેવાય છે?

રમઝાન પછી મનાવવામાં આવનારી આ ઈદનું આખું નામ તો ઈદ-ઉલ-ફિત્ર છે પરંતુ એને મીઠી ઈદ પણ કહે છે કારણ કે, આ દિવસે ઈદ પર મીઠી સેવૈયા (Mithi Savaiya) બનાવવામાં આવે છે જેને શીર-ખુર્મા (Sheer-Khurma) પણ કહે છે.

સમગ્ર રીતે જોઇએ તો, ઈદ-ઉલ-ફિત્રનો આ તહેવાર મુહબ્બત અને ભાઈચારાનો દ્યોતક છે.


આ પણ વાંચો: શા માટે મનાવાય છે ‘વિશ્વ NGO દિવસ’…..શું છે એનો ઇતિહાસ અને ઉદ્દેશ્ય?

આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…

આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…