Not Set/ સુરત: ઢોર પકડતા વિભાગની વિચિત્ર કામગીરી, રખડતા ઢોરને બંગલામાં પૂરી દીધા

સુરત, સુરતના મનપાની ઢોર પકડતા વિભાગની વિચિત્ર કામગીરી સામે આવી હતી. મળતી માહિતી મુજબ મનપાના કર્મચારીઓ અપૂરતા વાહનો લઇને ઢોર પકડવા પહોંચ્યા હતા અને 15 થી વધુ પશુઓને એક કલાક સુધી બંગલામાં ગોંધી રખાયા હતા. લંબે હનુમાન રોડ ત્રિકમનગર વિસ્તારમાં આ ઘટના બની છે. પશુઓના ટોળાએ કમ્પાઉન્ડને ધમરોળી નાખ્યું. ત્યારે આ મામલે બંગ્લોઝના માલિકે વિરોધ […]

Gujarat Surat Trending

સુરત,

સુરતના મનપાની ઢોર પકડતા વિભાગની વિચિત્ર કામગીરી સામે આવી હતી. મળતી માહિતી મુજબ મનપાના કર્મચારીઓ અપૂરતા વાહનો લઇને ઢોર પકડવા પહોંચ્યા હતા અને 15 થી વધુ પશુઓને એક કલાક સુધી બંગલામાં ગોંધી રખાયા હતા.

લંબે હનુમાન રોડ ત્રિકમનગર વિસ્તારમાં આ ઘટના બની છે. પશુઓના ટોળાએ કમ્પાઉન્ડને ધમરોળી નાખ્યું. ત્યારે આ મામલે બંગ્લોઝના માલિકે વિરોધ કરતાં વાહનોમાં ઢોરને લઈ જવાયા હતા.

ત્યારે આ મનપાના કર્મચારીઓની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે..મનપાના કર્મચારીઓ અપુરતા વાહનો સાથે ઢોર પકડવા નીકળી પડ્યા હતા.

ત્યારે છેવટે પશુઓના ટોળા થવાથી બંગ્લોઝના માલિકે તેનો વિરોધ કરતા આખરે વાહનોમાં ઢોરને લઇ જવામાં આવ્યા હતા.