રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલા મેંગો માર્કેટમાં અચાનક આગ લાગી ઉઠતા થોડા સમય માટે અફરા- તફરીનો માહોલ સર્જાયો હતો. મેંગો માર્કેટમાં રાખવામાં આવેલા કેરીના બોક્સમાં અચાનક જ આગ લાગી ગઇ હતી. મેંગો માર્કેટમાં રાખવામાં આવેલા કેરીના બોક્સમાં અચાનક જ આગ લાગી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે સમયસર ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચતાં આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, પરંતુ આગ લાગવાના કારણે થોડા સમય માટે બજારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
માર્કેટમાં સવારના સમયે મોટી સંખ્યામાં લોકો કેરી ખરીદવા માટે આવતા હોય છે, તે દરમિયાન અચાનક અહીં આગ લાગતાં થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે આગ લાગવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઇ નહોતી, પરંતુ આગ લાગવાને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હજુ સુધી આગ લાગવાનું સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી.
