Surat News:સુરત જિલ્લાના રાંદેર વિસ્તારમાં એક ભયાનક અને દુખદ ઘટના સામે આવી છે, જેમાં એક મેકઅપ આર્ટિસ્ટ યુવતીને બે ભાઈઓએ વારંવાર દુષ્કર્મ (Rape) કર્યો હોવાનો આરોપ છે. આની સાથે જ, આરોપીઓની બહેને આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હોવાનો ગંભીર આરોપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ વીડિયોની ધમકી આપીને આરોપીઓએ યુવતી પાસેથી 40 લાખ રૂપિયાની મોટી રકમ વસૂલી છે.

દુષ્કર્મ (Rape) આચરી કરી બ્લેકમેલ
રાંદેર પોલીસે આ કેસમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, અને આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે.ફરિયાદી મેકઅપ આર્ટિસ્ટ યુવતીએ પોલીસને જણાવ્યું છે કે આરોપીઓ યુસુફ શેખ અને સોહેલ શેખ બંને ભાઈઓએ તેને વારંવાર દુષ્કર્મ (Rape) નો શિકાર બનાવી હતી. આ શોષણની શરૂઆત કેટલા સમય પહેલાંથી થઈ હતી.
ફરિયાદ મુજબ, આ બે ભાઈઓએ યુવતીને પોતાના વશમાં લઈને વારંવાર આ કુકૃત્ય કર્યું, જેના કારણે તે માનસિક અને શારીરિક રીતે તૂટી ગઈ હતી.આની સાથે જ, આરોપીઓની બહેન ઇશરત શેખ પર પણ ગંભીર આરોપ છે. તેને આ સમગ્ર ઘટના દરમિયાન વીડિયો રેકોર્ડ કરવાનું સામે આવ્યું છે. આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપીને આરોપીઓએ યુવતી પાસેથી ભારે રકમ વસૂલી છે.
