Dwarka News/ દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 નિર્જન ટાપુઓ પર અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા 21 નિર્જન ટાપુઓ (Islands) પર 21 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી પ્રવેશ પર પ્રતિબંધ.

Top Stories Gujarat Breaking News
Islands

Dwarka News:ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સમુદ્ર સરહદ સાથે જોડાયેલો અતિ સંવેદનશીલ વિસ્તાર ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા 21 નિર્જન ટાપુઓ (Islands) પર લોકોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ મંજૂરી વિના આ ટાપુઓ (Islands) પર પ્રવેશ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લો વિશાળ સાગરકાંઠો ધરાવે છે અને અહીં કુલ 24 ટાપુઓ (Islands) આવેલા છે. આમાંથી માત્ર 2 ટાપુઓ પર જ માનવ વસાહત છે અને ત્યાં પર્યટન તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે. બાકીના 22 ટાપુઓ સંપૂર્ણપણે નિર્જન (uninhabited) છે, જેમાંથી 21 ટાપુઓ પર હવે પ્રવેશ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જન સલામતી ના જોખમાય તે હેતુથી ટાપુઓ (Islands) પર પ્રતિબંધ

જિલ્લા કલેક્ટર/અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ, આ પ્રતિબંધ 21 જાન્યુઆરીથી 25 માર્ચ અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિને આ ટાપુઓ (Islands) પર જવાની મંજૂરી નહીં મળે, ભલે તે ધાર્મિક શ્રદ્ધા, માછીમારી કે અન્ય કોઈ કારણસર હોય.

 નિર્જન ટાપુઓ (Islands) પર દાણચોરી, હથિયારોની હેરાફેરી, નશાકારક પદાર્થોની છુપાવટ કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ શકે છે.આ સિવાય આવા સ્થળો પર ત્રાસવાદીઓ (Terrorists) અથવા રાષ્ટ્રવિરોધી તત્વો આશ્રય લઈ શકે છે. એટલું જ નહીં ધાર્મિક સ્થળો હોવા છતાં શ્રદ્ધાળુઓ સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકો મિશ્ર થઈ શકે છે, જે જાહેર સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે.

આ કારણોસર જિલ્લા વહીવટી તંત્રે (Administrative system) રાષ્ટ્રીય સુરક્ષા અને જનસલામતીને પ્રાથમિકતા આપીને આ સખત પગલું ભર્યું છે.આ પ્રતિબંધને અમલમાં મૂકવા માટે તંત્ર દ્વારા તટીય વિસ્તારો અને ટાપુઓ (Islands) ની આસપાસ પેટ્રોલિંગ અને વિજિલન્સ વધારવામાં આવ્યું છે. પોલીસ, દરિયાઈ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સક્રિય રહેશે. કોઈપણ વ્યક્તિ આ નિયમોનો ભંગ કરે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: નવનીત બાલધિયાના હુમલાના વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી

આ પણ વાંચો: ખેડૂતોને બધા ખરીફ પાકના ટેકાના ભાવ કરતાં 10થી 30 ટકા નીચા ભાવ મળ્યા

આ પણ વાંચો: આર્થિક અનામત : પાલિકા-પંચાયતની ચૂંટણી પહેલા સરકાર પર વિવિધ જ્ઞાતિઓનું દબાણ