કરુણાંકિતા ક્યારેક આવી સર્જાઇ છે કે, કાળજુ પણ કંપી ઉઠે છે. વહાલસોયાની વિદાય તો કાયમ મોટે વસમી જ લાગે છે, પરંતુ જો વહાલસોયા અને તે પણ એક સાથે બ-બે હોય તો તે સહનશીલતાની પર છે. અને જ્યારે આ વહાલસોયાની ઉંમર નિર્દોષ બાળકોની હોયતો તો પથ્થર પણ પીગળી પડે તેવી અધિયારી સર્જાઇ છે, આવી જ એક કરુણ ઘટના મોરબીમાંથી સામે આવી રહી છે.
મોરબી પાસે આવેલી નર્મદાની કેનાલમાં ભાઇ-બહેન ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. મોરબીનાં માળીયાના જુના ઘાટીલા ગામ નજીક બંન્ને ભાઇ બહેન કેનાલ કાંઠે રમી રહ્યા હતા. આમ નિર્દોષ આનંદ સાથે રમી રહેલા વહાલસોયા બંને ભાઇ બહેન કેનાલમાં રમતા રમતા ગરકાવ થઇ જતા નિર્દોષ આનંંદ માતમમાં ફેરવાઇ ગયો હતો. બંને ડુબેલા ભાઇ-બેહનમાંથી 3 વર્ષની બાળકી(બહેન)નો મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયો છે. જ્યારે હજુ સુધી બાળકનાં મૃતદેહની શોધખોળ હાથ ધરાઈ રહી છે. સ્થાનીક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
