Not Set/ “આમાં મારુ ચૂંટણી ચિન્હ નથી”- બેલેટ પેપરમાં બદલાયું ચૂંટણી ચિન્હ અને પછી…

વિરણીયા અને દેલોચ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ચૂંટણી ચિન્હ બદલાય જવાના બહાર આવેલા ગંભીર છબરડાઓના પગલે સંલગ્ન જવાબદાર સત્તાધીશોની ગંભીર બેદરકારીઓ બહાર આવતા જિલ્લા સત્તાધીશો પણ ચોંકી ઉઠ્યા છે

Top Stories Gujarat Others
  • મોરવા (હ) તાલુકાના વિરણીયા ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ જ્યારે દેલોચ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે મતદાન સ્થગિત કરવામાં આવ્યું..!!
  • વહીવટી તંત્રના ગંભીર છબરડાઓના પગલે મતદારોમાં ભારે નારાજગીઓનો આક્રોશ

ગુજરાત સરકારના રાજય મંત્રી નિમિષાબેન સુથારના કાર્યક્ષેત્ર એવા મોરવા (હ) તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજ સવારથી શરૂ થયેલા મતદાન સાથે વિરણીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર અને પેનલના સદસ્યોને ફાળવવામાં આવેલ ચૂંટણી ચિન્હનો બેલેટ પેપરમાં બદલાવ થઈ જતા ભારે હોબળા બાદ વિરણીયા ગ્રામ પંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયાને આજરોજ મોકૂફ રાખવાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

જ્યારે આજ પ્રકારે દેલોચ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ સરપંચ પદના ઉમેદવારના ચૂંટણી ચિન્હમાં છબરડો સર્જાતા સરપંચ પદની ચૂંટણીનું મતદાન મોકૂફ રાખીને સદસ્યોની ચૂંટણીનું મતદાન યથાવત રાખતા સ્થાનિક મતદારોમાં હોબળા સાથે આક્રોશ સર્જાયો હતો. જો કે વિરણીયા અને દેલોચ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ચૂંટણી ચિન્હ બદલાય જવાના બહાર આવેલા ગંભીર છબરડાઓના પગલે સંલગ્ન જવાબદાર સત્તાધીશોની ગંભીર બેદરકારીઓ બહાર આવતા જિલ્લા સત્તાધીશો પણ ચોંકી ઉઠ્યા છે.અને આ બન્ને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે આવતીકાલે એટલે કે સોમવારના રોજ મતદાન પ્રક્રિયા પુનઃ હાથ ધરાશે.!!

સૌ પ્રથમ મોરવા (હ) તાલુકાના વિરણીયા ગ્રામ પંચાયત ચૂંટણીમાં ચૂંટણી ચિન્હના ગંભીર છબરડાની વાત કરીએ તો સરપંચ પદના મહિલા ઉમેદવાર નિશાબેન જસવંતભાઈ ઘોડ અને તેઓની પેનલના સદસ્યોને ચૂંટણી અધિકારી દ્વારા “ડીઝલ પંપ”નું ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવ્યું હતું.  પરંતુ બેલેટ પેપરમાં ડીઝલ પંપના બદલે પેટ્રોલપંપનું ચિન્હ છાપવામાં આવ્યું હતું. જેને લઈ હોબાળો થતાં મતદાન પ્રક્રિયા દરમિયાન બહાર આવતા વહીવટી તંત્રએ પોતાની ગંભીર ભૂલનો સ્વીકાર કરીને વિરણીયા ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયાને સ્થગિત કરાવીને આવતીકાલે ચૂંટણી યોજાશે એવી જાહેરાત કરવામાં આવી હતી.

ઉત્સાહભેર મતદાન કરવા આવેલા મતદારોને ઘરભેગા થવું પડયુ હતું.!! જ્યારે આજ પ્રમાણે દેલોચ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના મહિલા ઉમેદવાર લક્ષ્મીબેન રમેશચંદ્ર ભમાતને ફાળવવામાં આવેલ “ડીઝલ પંપ”નું ચૂંટણી ચિન્હ બેલેટ પેપરમાં ફેરવાઈ ગયું હોવાનો છબરડો બહાર આવે ત્યાં સુધીમાં અંદાઝે ૩૦૦ ઉપરાંત મતદારો મતો આપી ચુક્યા હતા. આ સરપંચ પદની મતદાન પ્રક્રિયાને સ્થગિત કરીને સદસ્યો માટેની મતદાન પ્રક્રિયા યથાવત રાખવાના તંત્રના આ નિર્ણય સામે મતદારોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “આજે મત આપ્યો હોવાના સહી કરતા નિશાનને આવતીકાલે કેવી રીતે સ્વીકારશો ? અને તંત્રના ગંભીર છબરડાના લીધે મતદારોને આજે અને આવતીકાલે બે દિવસો મતદાન કરવા આવવું પડશે નો હોબાળો વ્યક્ત કરીને કેટલાંક મતદારો પરત જઈને જવાબદાર સત્તાધીશો સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી. જો કે તંત્ર દ્વારા આ બન્ને પંચાયતોની ચૂંટણીમાં ચૂંટણી ચિન્હના છબરડાને દૂર કરીને પુનઃ બેલેટ પેપરો છપાવવા માટે ભાગદોડની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે.!!

Year Ender 2021 / કોરોનાનું આવું ભયાનકરૂપ, હે ભગવાન આવા દિવસો ફરી ના બતાવતો…!!!

National / રાહુલ-પ્રિયંકા અમેઠીનો ગઢ જીતવા માટે નીકળ્યા પગપાળા, જુઓ તસવીરો 

National / કેટ-વિકીના લગ્ન બાદ હવે આ સાંસદ પુત્રના રોયલ વેડિંગ માટે થનગની રહ્યું છે રાજસ્થાન, સેલિબ્રિટીઓનો જામ્યો ખડકલો 

Round Up 2021 / જ્યારે ચમોલી ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી સર્જાઈ; આ ઘટના આજે પણ વૈજ્ઞાનિકો માટે છે એક રહસ્ય

Round Up 2021 / કરીના કપૂર અને શિલ્પા શેટ્ટીના પતિથી લઈને આ સેલેબ્સના વિવાદો બોલિવૂડમાં રહ્યા ચર્ચાસ્પદ