હવે શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે બજારમાં લીલી શાકભાજી ખુબજ જોવા મળે છે. તેમાં પણ ભાજીઓ તો વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે આપણે એક નવા ભજીયા બનાવી. આ ભજીયા આપણે પાલકમાંથી બનાવીશું. આપને જણાવી દઈએ કે પાલકના ભજીયા લસણની ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે.
પાલક ના ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી: 70 ગ્રામ પાલકના પાન, 1 મોટી ચમચી તેલ, 1 ચમચી કાળા મરીના દાણા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, 1 ચમચી સફેદ તલ, ¼ ચમચી હિંગ, ½ ચમચી અજમો, ¼ ચમચી બેકિંગ સોડા (ખાવાનો સોડા), 4-5 સમારેલા લીલા મરચા, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ, કોથમીર, 1 કપ ચણાનો લોટ, ½ કપ પાણી
પાલક ના ભજીયા બનાવવાની રીત: પાલકના પાન લઇ તેની નીચેનો ભાગ કટ કરી ને કાઢી લો. પાલકના પાનને ચપ્પાની મદદથી કટ કરી લો. નવી રીતે ગોટાનું બેટર બનાવવા માટેની રીત: એક બાઉલમાં અડધો કપ પાણી અને 1 ચમચી તેલ એડ કરો. તેને સારી રીતે મિક્સ કરો.
પછી તેમાં ખાવાનો સોડા, મીઠું, ખાંડ, હિંગ, મરીના દાણા, લીલા મરચાં, સફેદ તલ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, સમારેલા પાલકના પાન અને કોથમીર ઉમેરો. તેને ખૂબ સારી રીતે મિક્સ કરો. હવે તેમાં ચણાનો લોટ થોડો થોડો ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને જેથી બેટર સ્મૂધ બને અને ગાંઠા ન રહે
