Relationship Tips/ પાર્ટનરને ન મળે સેક્સમાં સંતોષ તો આપ કરી શકો છો આ કામ

રિલેશનશિપ કાઉન્સિલરનું માનવું છે કે, હંમેશા મહિલાઓ સેક્સથી સંતુષ્ટ નથી થતી અને તેઓ આ વિશે પોતાના પાર્ટનરને કહેતા ખચકાય છે.

Tips & Tricks Lifestyle Relationships
પાર્ટનરને

સંબંધોમાં મીઠાસનું બીજ મેળવવા માટે તમે સેક્સને મહત્વ આપો છો પરંતુ ઘણાં રિલેશનશિપ કાઉન્સિલરનું માનવું છે કે, હંમેશા મહિલાઓ સેક્સથી સંતુષ્ટ નથી થતી અને તેઓ આ વિશે પોતાના પાર્ટનરને કહેતા ખચકાય છે. સંબંધોમાં તણાવ થયા પછી પણ બન્ને આ વિશે વાત નથી કરી શકતા. સંબંધોમાં તણાવ આવવાના શરુ થઈ જાય છે કારણ કે તમે પાર્ટનરને પોતાની વાત કહેતા નથી, પછી તે ઈશારામાં હોય કે ખુલીને. આપને જણાવી દઇએ કે પાર્ટનરને કઈ રીતે પોતાની વાત જણાવશો.

તમે બેડરુમ એક્ટિવિટીને રોચક બનાવી શકો છો. તેના માટે સેક્સ ગેમ સારો વિકલ્પ છે. જેમ કે ક્યારેક તમારા પાર્ટનરને કહો કે તમે તેને કોઈ ખાસ કેરેક્ટરમાં જોવા માગો છો. આ રીતે વાતો-વાતોમાં તમે તેને પોતાના મનની વાત કહી શકશો. જો તમે પાર્ટનરને પૂછશો તો તેને સારું લાગશે અને તે તમને પણ આ વિશે પૂછશે. આ રીતે તમે પોતાની વાત તેને સમજાવી શકશો. જો પાર્ટનર તમને સમજશે તો પરિણામ પણ જોવા મળશે. જો આ પછી પણ તમે અસંતુષ્ટ રહો તો આ વિશે ખુલીને વાત કરો.

મોટા ભાગની સ્ત્રીઓ પોતાના પાર્ટનરને જરુરિયાતો વિશે કહેતા શરમમાં રહે છે, પણ આ સૌથી સારો વિકલ્પ છે. તમે સાફ-સાફ તેને સમજાવાની કોશિશ કરો કે આપને શું જોઈએ છે. ધ્યાન રહે વાત કરતી વખતે તમારી ભાષા તેને સમજમાં આવે તેવી હોવી જોઈએ. વાત કરવાથી જ સમસ્યાનું સમાધાન લાવી શકાય છે. તમને તમારા પ્લેઝર ઝોન ખબર છે, માટે બેડ પર તમે પાર્ટનરને ગાઈડ કરી શકો છો. તેને જણાવો કે તેણે શું કરવાનું છે તો તમને વધારે ખુશી થાય છે.

આ પણ વાંચો :એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર છે લવિંગ, રોજીંદા ડાયટમાં કરો તેનો ઉપયોગ અને જોવો કમાલ..

આ પણ વાંચો : જાપાની કોન્ડોમની સતત વધી રહી છે માંગ, જાણો શું છે કારણ?

આ પણ વાંચો :આ બે ફળનાં સેવનથી સેક્સ લાઇફમાં વધારો કરવામાં મળે છે મદદ

આ પણ વાંચો :પતંગ ઉડાડવાથી શરીર રહે છે સ્વસ્થ, જાણો આ પરંપરા પાછળનું વૈજ્ઞાનિક કારણ