Not Set/ સબરીમાલા મંદિરમાં દર્શન કરવા આવેલી મહિલા પર ચિલી પાવડર સ્પ્રે વડે હુમલો

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટેના હકનાં આંદોલનકારી, કોચી, કેરળની બિંદુ અમ્મિની પર મંગળવારે એક શખ્સે મરચાનાં સ્પ્રે વડે હુમલો કર્યો હતો. તે સમયે બિંદુ  પોલીસ કમિશનરની કચેરી નજીક હતી. આપને જણવી દઇએ કે, આ વર્ષની શરૂઆતમાં, બિંદુ અમ્મિની એક અન્ય મહિલા સાથે, સબરીમલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કરવામાં સફળ થઈ હતી. બિંદુ પર થયેલા હુમલાનો એક વીડિયો પણ […]

Top Stories India

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટેના હકનાં આંદોલનકારી, કોચી, કેરળની બિંદુ અમ્મિની પર મંગળવારે એક શખ્સે મરચાનાં સ્પ્રે વડે હુમલો કર્યો હતો. તે સમયે બિંદુ  પોલીસ કમિશનરની કચેરી નજીક હતી. આપને જણવી દઇએ કે, આ વર્ષની શરૂઆતમાં, બિંદુ અમ્મિની એક અન્ય મહિલા સાથે, સબરીમલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કરવામાં સફળ થઈ હતી.

બિંદુ પર થયેલા હુમલાનો એક વીડિયો પણ મળી આવ્યો છે. આ મુજબ કારમાંથી બિંદુ નીચે આવતાની સાથે જ ધોતી પહેરેલા એક શખ્સે તેની પર ચિલીના પાવડર સ્પ્રે વડે હુમલો કર્યો હતો. બિંદુએ પ્રતિકાર કર્યો, અને હુમલો કરી તે વ્યક્તિ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જોકે બાદમાં તે પકડાઇ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીનું નામ શ્રીનાથ પદ્મનાભન (28) છે અને તે કન્નુરનો રહેવાસી છે.

ત્રુપતિ દેસાઇને મળવા જઈ રહ્યા હતા બિંદુ
મંદિરની મમુલાકાત લેવાનું વિચારી રહેલી ત્રુપતિ દેસાઇને મળવા જઈ રહ્યા હતા બિંદુ. સૂત્રોના જણાવ્યા અનુસાર બિંદુને સારવાર માટે અર્નાકુલમની એક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. બિંદુ મંગળવારે સવારે બીજી મહિલા કાર્યકર ત્રૃપ્તિ દેસાઇ અને તેની સાથે આવતી મહિલાઓને મળવા જઇ રહ્યો હતો. આ સાત મહિલાઓ મંગળવારે સવારે ગુપ્ત રીતે કોચી પહોંચી ગઈ હતી. તેઓ મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્નમાં હતા. બિંદુ પણ તેમની સાથે મંદિરની મુલાકાત લેવા જઇ રહી હતી.

સરકાર પાસેથી મહિલાઓએ દર્શનની અનુમતી માંગી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર બિંદુએ સરકાર પાસે મંદિર દર્શન અને મુલાકાત માટે પરવાનગી માંગી હતી. બિંદુ કહે છે, ‘સબરીમાલાનાં દર્શન દરેક મહિલાનો અધિકાર છે. અમે ત્યારે જ પાછા જઈશું જ્યારે સરકાર અમને લેખિતમાં કહેશે કે અમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.