- કોંગ્રેસ અને રાલોસપાના ઉમેદવારોની યાદી થોડાક દિવસ બાદ જાહેર કરાશે
પટના,
મહાગઠબંધનમાં છેલ્લા કેટલાક સમયથી બેઠકો અંગે રહેલી ગૂંચવણ હવે દૂર છે. મહાગઠબંધન માટે બેઠકો માટે ઉમેદવારી અંગે ચાલતી ચર્ચા વચ્ચે તેજસ્વી યાદવે મહાગઠબંધનના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે તેમણે કોંગ્રેસની કેટલીક બેઠકો અને રાલોસપાના ઉમેદવારોની જાહેરાત થોડાક સમય પછી કરવાનું કહ્યું છે. તેજસ્વી યાદવે એક પ્રેસ કોન્ફરન્સને સંબોંધિત કરતા આ ઉમેદાવારોની સૂચિ જાહેર કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી યાદવ ઉપરાંત જીતનરામ માંજી સહિત વીઆઇપીના કેટલાક નેતાઓ હાજર રહ્યા હતા.
રાજદને મળેલી બેઠકો:
નવાદા, બાંકા, ભાગલપુર, મધેપુરા, દરભંગા, વૈશાલી, ગોપાલગંજ, સીવાન, મહારાજગંજ, સારણ, હાજીપુર, બેગૂસરાય, પાટલિપુત્ર, બક્સર, જહાનાબાદ, ઝંઝરાપુર, અરરિયા, સીતામઢી, શિવહર આરાની બેઠક સીપીઆઇ એમએલ માટે રાખવામાં આવી છે.
રાજદના ઉમેદવારોનો યાદી
બાંકા – જયપ્રકાશ યાદવ
મધેપુરા – શરદ યાદવ
દરભંગા – અબ્દુલ બારી સિદ્દીકી
વૈશાલી – રઘુવંશ પ્રસાદ
ગોપાલગંજ – સુરિંદર રામ
ભાગલપુર – બુલો મંડલ
મહારાજગંજ – રણધીર સિંહ
સારણ – ચંદ્રિકા રાય
હાજીપુર – શ્રીચંદ્ર રાવ
બેગૂસરાય – તનવીર હસન
પાટલિપુત્ર – મીસા ભારતી
જહાનાબાદ – સુરેન્દ્ર યાદવ
નવાદા – વિભા દેવી
ઝંઝારપુર – ગુલાબ યાદવ
અરરિયા – સરફરાઝ આલમ
સીતામઢી – અર્જુન રાય
આરએલએસપી – પશ્વિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, ઉજિયારપુર, બેતિયા, જુમઇ
કોંગ્રેસ – સમસ્તીપુર, મુંગેર, પટના સાહિબ, સાસારામ, વાલ્મીકી નગર, સુપૌલ, કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા
હમ – નાલંદા, ગયા, ઔરંગાબાદ
વીઆઇપી – ખગડિયા, મુઝફ્ફરપુર, મધુબની
