કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સુરજેવાલને આજે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં જિલ્લા સહકારી બેંક બદનામી કેસમાં 15,000 રૂપિયાનાં બોન્ડ પર જામીન આપી દીધા છે. તેમણે આ કેસમાં દોષી નહી હોવાની દલીલ આપી હતી. આ કેસમાં આગામી સુનાવણી 15 ફેબ્રુઆરી 2020 નાં રોજ થશે.
Gujarat: Ahmedabad Metropolitan court grants bail to Congress' Randeep Surjewala in Ahmedabad District Cooperative Bank defamation case, on a bond of Rs 15,000. He had pleaded not guilty in the case. Next hearing to be held on 15th February 2020. (file pic) pic.twitter.com/TL5YQW5ZiT
— ANI (@ANI) December 18, 2019
કોંગ્રેસ પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલા અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. સુરજેવાલા પર એડીસી બેન્ક બગદનક્ષીનો કેસ ચાલી રહ્યો છે, જેને લઇને આજે જે સુનાવણી હાથ ધરવામા આવી હતી તેમા કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલા કે જેમની વિરુદ્ધ વોરન્ટ ઇસ્યુ કરવામા આવ્યો હતો. જેને લઇને આજે તેઓ મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. સાથે તેમણે પોતાની જામીન અરજી પણ કરી હતી. જણાવી દઇએ કે, મનીશ દોષીએ તેમના જામીન આપ્યા હતા.15 હજાર રૂપિયાનાં બોન્ડ પર તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર મામલો
જે સમયે નોટબંદી અમલમાં આવી હતી ત્યારે એડીસી બેન્ક પર એવા આક્ષેપો લાગ્યા હતા કે આ બેન્ક જે હાલનાં ગૃહમંત્રી અમિત શાહની છે અને તેમા કાળાનાણાંને સફેદ કરવાનો આક્ષેપ લાગ્યો હતો તે મામલાને લઇને 745 કરોડની માનહાનીની ફરિયાદ જે એડીસી બેન્ક દ્વારા દાખલ કરવામા આવી હતી. આ કેસમાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાનું નામ સામે આવ્યુ. જણાવી દઇએ કે, આ કેસમાં રણદીપસિંહ સુરજેવાલા વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરન્ટ ઇસ્યુ થયુ હતુ. વોરન્ટ એટલા ઇસ્યુ થવા પાછળનું કારણ તેઓ તારીખોમાં હાજર રહેતા નહોતા તે જાણવા મળી રહ્યુ છે, જેને લઇને કોર્ટે નારાજગી જાહેર કરી હતી અને તેમના વિરુદ્ધ વોરન્ટ ઇસ્યુ કર્યો હતો. જેમા તેઓ આજની તારીખમાં હાજર થયા હતા. આ દરમિયાન તેમણે 15 હજાર રૂપિયાનાં બોન્ડ ભરી જામીન લીધા હતા. આપને જણાવી દઇએ કે, કોર્ટે તેમના શરતી જામીન મંજૂર કરી દીધા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
https://www.facebook.com/mantavyanews/videos/2638051062909434/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
