IIT દ્વારા JEE એડવાન્સ્ડ 2021 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુરે JEE એડવાન્સ્ડ પરિણામ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની પરિણામની રાહ હવે પૂરી થઈ છે. જે ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો તેઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને સરળતાથી તેમનું પરિણામ ચકાસી શકે છે.
આ પણ વાંચો ;ભૂમિપૂજન / દશેરાના દિવસે PM મોદીના હસ્તે સુરતમાં પાટીદાર યૂથ હોસ્ટેલનું ખાતમુહૂર્ત
JEE એડવાન્સ્ડ 2021 ને ક્વોલિફાય કરવા માટે, ઉમેદવારોએ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત ત્રણમાંથી દરેક વિષયમાં ઓછામાં ઓછા 10 ટકા ગુણ મેળવવા જરૂરી છે. આ સાથે ત્રણેય વિષયમાં એકંદરે 35 ટકા સ્કોર કરવો પણ જરૂરી રહેશે. ઉલ્લેખનીય છે કે,JEE એડવાન્સ પરીક્ષા 3 જી ઓક્ટોબરના રોજ લેવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે,JEE એડવાન્સ્ડ 2021 માટેની અરજી પ્રક્રિયા 15 સપ્ટેમ્બર 2021 થી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે 20 સપ્ટેમ્બર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. તેમજ અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2021 હતી.
આ પણ વાંચો ;કચ્છની ધરતી પર રચાયો ઇતિહાસ / 89 વર્ષ જૂની ઘટનાનું થયું પુનરાવર્તન, જનક JRD ટાટાને અપાઇ અનોખી શ્રદ્ધાંજલિ
આ રીતે ચકાસો પરિણામ
Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાઓ.
Step 2: વેબસાઈટ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
Step 3: હવે તમારો રોલ નંબર અને જન્મ તારીખ સબમિટ કરો.
Step 4: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
Step 5: હવે તેને ચેક કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
ગુજરાતના આ વિદ્યાર્થીઓએ મારી બાજી …
નમન સોનીએ છઠ્ઠો રેન્ક મેળવ્યો
અનંત કિડામબીએ 13મો રેન્ક મેળવ્યો
પરમ શાહે 52મો રેન્ક મેળવ્યો
લિસને કડીવારે 57મો રેન્ક મેળવ્યો
પાર્થ પટેલે 72મો રેન્ક મેળવ્યો
આ પણ વાંચો :તાલિબાની કહેર / 100 અફઘાન મહિલા ફૂટબોલ ખેલાડીઓએ તાલિબાનથી બચવા છોડ્યો દેશ
