તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી મહિલાઓ ડરમાં જીવી રહી છે. તાલિબાન મહિલાઓ સામે તેની દમનકારી નીતિ માટે જાણીતું છે, તેથી જ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમનાં સભ્યો સહિત 100 મહિલા ફૂટબોલ ખેલાડીઓને અફઘાનિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેમને ગુરુવારે ફ્લાઇટ દ્વારા દોહા લાવવામાં આવ્યા છે. કતરનાં મદદનીશ વિદેશ મંત્રી લોલવાહ અલ-ખાતરે એક ટ્વીટમાં કહ્યું કે, મહિલા ખેલાડીઓ સહિત લગભગ 100 ફૂટબોલ ખેલાડીઓ અને તેમના પરિવારો સવાર છે.

આ પણ વાંચો – ભાવ વધારો / દશેરાનાં દિવસે પેટ્રોલ-ડીઝલનાં ભાવે લગાવી છલાંગ, જાણો તમારા શહેરમાં શું છે નવા રેટ
રાષ્ટ્રીય ફૂટબોલ ટીમનાં સભ્યો સહિત ઓછામાં ઓછી 100 મહિલા ફૂટબોલરોએ તાલિબાનનાં ડરથી દેશ છોડી દીધો છે. કતર સરકારે કહ્યું કે, તે તમામ ખેલાડીઓ સુરક્ષિત રીતે કતર પહોંચી ગઇ છે. કતરનાં મદદનીશ વિદેશ મંત્રી લોલવાહ અલ-ખાતરે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “મહિલા ખેલાડીઓ સહિત લગભગ 100 ફૂટબોલ ખેલાડીઓ અને તેમના પરિવાર વિમાન દ્વારા અહીં પહોંચ્યા છે. સ્કાય સ્પોર્ટ્સ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે જૂથમાં ઓછામાં ઓછી 20 રાષ્ટ્રીય મહિલા ટીમ ફૂટબોલ ખેલાડીઓનો સમાવેશ થાય છે. તમામ ખેલાડીઓને કોરોના વાયરસ ટેસ્ટ કરાવવા માટે કેમ્પસમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ કતરમાં કેટલો સમય રહેશે તે સ્પષ્ટ નથી. ફૂટબોલની આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા ફિફા અફઘાનિસ્તાનમાંથી ખેલાડીઓને બહાર કાઠવા માટે કતર સરકાર સાથે મળીને કામ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનાં સંગઠન FIFPRO એ ઓગસ્ટમાં અફઘાનિસ્તાન મહિલા રાષ્ટ્રીય ટીમનાં ખેલાડીઓ માટે કાબુલની બહારની ફ્લાઇટમાં મદદ કરી હતી. ઓગસ્ટમાં અફઘાન સરકારનાં પતન બાદ તાલિબાને 20 વર્ષ બાદ કાબુલ પરનો કબજો પાછો લીધો. તાલિબાનની દેશની ઘણી મહિલા ફૂટબોલ ખેલાડીઓ સત્તામાં આવ્યા બાદથી છુપાયેલી છે.

આ પણ વાંચો – National / કોલસાની કટોકટી ઉદ્યોગોને અસર કરવા લાગી, કોલ ઇન્ડિયાએ આ કંપનીઓનો પુરવઠો બંધ કરી દીધો
અફઘાનિસ્તાનની મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની ભૂતપૂર્વ ખેલાડી ફાનૂસ બસીર પણ ઓગસ્ટમાં તાલિબાને દેશ પર કબજો કર્યા બાદ તુરંત જ દેશ છોડી દીધો હતો. તેમણે કહ્યું કે, તાલિબાન શાસન હેઠળ તેમનું કોઈ ભવિષ્ય નથી. “અમે અમારા દેશ માટે, અમારા ભવિષ્ય માટે, અફઘાનિસ્તાનમાં મહિલાઓનાં ભવિષ્ય માટે ઘણા સપના જોયા હતા. તે અમારું ખરાબ સ્વપ્ન હતું કે તાલિબાન આવશે અને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરશે. હાલમાં મહિલાઓ માટે કોઈ ભવિષ્ય નથી. છેલ્લા મહિને અફઘાનિસ્તાનની જુનિયર રાષ્ટ્રીય ટીમની મહિલા ખેલાડીઓ સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી હતી. નોંધપાત્ર વાત એ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ દેશમાં મહિલાઓ સાથે સતત દુર્વ્યવહાર થઈ રહ્યો છે.
