સુરત મહાનગરપાલિકાએ ધો. 11 અને 12 કોમર્સના 14 વર્ગ શરૂ કરશે અને એમાં 910 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. મહાનગરપાલિકા. માત્ર ગુજરાતી જ નહીં પરંતુ હિન્દી અને મરાઠી માધ્યમમાં ધો. 11 અને 12ના વર્ગો પણ શરૂ કરશે.આ વર્ષથી ધો. 11ના વર્ગો શરૂ કરીને સુરત મહાનગરપાલિકા ઉચ્ચ માધ્યમિક શાળા શરૂ કરનાર દેશની પહેલી મહાનગરપાલિકા બની ગઈ છે. સુરત મહાનગરપાલિકાએ ધો. 11 અને 12 કોમર્સના 14 વર્ગ શરૂ કરશે અને એમાં 910 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. સુરત મ્યુનિ. માત્ર ગુજરાતી જ નહીં પરંતુ હિન્દી અને મરાઠી માધ્યમમાં ધો. 11 અને 12ના વર્ગો પણ શરૂ કરશે. સુરત મ્યુનિ. દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરતાં હાલ 100 ટકા પરિણામ આવ્યું છે તેના કારણે એડમિશનની મુશ્કેલી થાય તેવી સ્થિતિ હતી પરતું આયોજન કરતાં હવે તે પરિસ્થિતિ હળવી બનશે.
મ્યુનિસિપલ કોપોર્રેશનમાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે દેશમાં સૌ પ્રથમવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સુરત ધો.11 અને 12નો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. કુલ 14 વર્ગો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં 8 વર્ગો ગુજરાતીના, 4 હિન્દીના અને 2 વર્ગો મરાઠીના મળી કુલ 14 વર્ગો મંજૂર કરવામાં આવ્યા છે. ખાસ અગત્યની વાત એ છે કે દીકરીઓની સંપૂર્ણ ફી માફ કરવામાં આવી છે. આજદિન સુધી ૯ થી 12 સુધી જે ફી લેવામાં આવતી હતી તે સંપૂર્ણ માફ કરવામાં આવી છે.વરાછા ઝોન વિસ્તારમાં 2 સ્કુલમાં 4 વર્ગ, કતારગામ ઝોનમાં એક સ્કુલમાં 2 વર્ગ, લિંબાયત ઝોનમાં 1 સ્કુલમાં 2 વર્ગ અને ઉધના ઝોનમાં 2 સ્કુલમાં 4 વર્ગ મરાઠીના અને 2 વર્ગ હિન્દીના શરુ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધો. 11માં ગુજરાતી, હિન્દી અને મરાઠી માધ્યમમાં કોમર્સ પ્રવાહના 14 વર્ગ શરૂ કરી સમગ્ર દેશમાં ત્રણ ભાષામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી દેશની પહેલી મહાનગરપાલિકા સુરત બની ગઈ છે
