Surendranagar News:સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમીના માર્ચ-એપ્રિલમાં પણ વીજ પુરવઠો અચાનક બંધ થતાં લોકોની હાલત કફોડી બની ગઈ છે.સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ત્રણ ગામોમાં 12 કલાકથી વધુ સમયથી વીજળી ગુલ (Power Cut) છે,જેના કારણે 43 ડિગ્રી તાપમાનમાં ગ્રામજનો ખૂબ જ પરેશાની અનુભવી રહ્યા છે.
ડમ્પર ચાલક વીજપોલ સાથે અથડાતા અંધાર પટ છવાયો
વડીયા ગામ પાસે એક ડમ્પર ચાલકની અસાવધાનીને કારણે વીજપોલ સાથે અથડામણ થઈ. આ અકસ્માતમાં વીજપોલ પડી ગયો હતો, જેના કારણે વડીયા, થોરીયાળી અને કેરાળા ગામોમાં વીજ પુરવઠો (Power Cut) સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. આ ત્રણેય ગામોમાં છેલ્લા 12 કલાકથી અંધારું છવાયેલું છે.હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. આવી કાળઝાળ ગરમીમાં વીજળી વગરનું જીવન અત્યંત મુશ્કેલ બની ગયું છે.

12કલાકથી વીજ પુરવઠો બંધ (Power Cut)
પરેશાન ગ્રામજનોએ સામૂહિક રીતે PGVCની વીજ કચેરીએ સમક્ષ હલ્લાબોલ કર્યો હતો. લોકોએ વારંવાર ફરિયાદ કરી હોવા છતાં વીજ વિભાગ તરફથી કોઈ નક્કર કાર્યવાહી થતી નથી, જેના કારણે લોકોમાં રોષ વ્યાપી ગયો છે.“આટલી ગરમીમાં 12 કલાકથી વીજળી નથી. બાળકો અને વૃદ્ધોને ખૂબ તકલીફ પડી રહી છે. કચેરીએ લોકોની વારંવાર રજૂઆત કરવા છતાં હજુ પણ વીજતંત્ર મોન છે.
