જામનગરમાં કોરોના જે રીતે જમાવટ કરી રહ્યો છે તે જોઇ ફફડાટ વ્યાપ્યો હોવાનું જોવામાં આવે છે. જામનગર ગુજરાતના થોડાક એવા જીલ્લામાંનો એક છે જયાં કોરોનાનો પ્રવેશ સૌથી છેલ્લે છેલ્લે એટલે કે થોડા સમય પૂર્વે જ થયો હતો. જામનગરમાં ટ્રાવેલ્સ હિસ્ટ્રી સાથે આવેલ લોકોથી કોરોનાની એન્ટ્રી થઇ અને હવે રોજબરોજ કાળમુખો ઉંચા કુદકા મારી રહ્યો છે. જી હા, જામનગરમાં વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ પાંચ કેસમાં પાછા એક જ પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝિટિવ આવતો લોકો ફફડી ઉઠ્યા છે. પરિવારના 3 વર્ષના બાળક દ્વારા ચારેય સભ્યો સંક્રમિત થયા હોવાની વાત વધુ ભયાવહ છે. તો સાથે સાથે અન્ય એક 10 વર્ષીય બાળક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ એક બાળક કોરોના ગ્રસ્ત થઇ કોરોનાની ચપેટમાં આવ્યો છે. બાળકના પરિવારના નમૂના લેવાયા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
