Gandhinagar News: ગુજરાતમાં શહેરીકરણની (Urbanisation) સાથે-સાથે સુનિયોજિત વિકાસની જોડે પર્યાવરણ પણ સચવાય અને શહેરીજનોને મનોરંજક પ્રવૃત્તિઓ માટે પૂરતી જગ્યા મળે તે માટે નમો ગૌરવ પાર્ક (Namo Gaurav Park) બનશે. રાજ્યના 2026-27ના બજેટમાં આના માટે રૂ. 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી આવાસ યોજના દ્વારા આ ફાળવણી કરવામાં આવી છે.ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકાઓમાં થીમ આધારિત નમો ગૌરવ પાર્ક (Namo Gaurav Park) વિકસાવવાનો નિર્ણય લીધો છે. આવા થીમ (Theme) આધારિત પાર્ક વિકસાવવા માટે ગુજરાત સરકારે ફાળવણી પણ કરી છે.
શહેરીજનો માટે નવું નજરાણુ નમો ગૌરવ પાર્ક (Namo Gaurav Park)
નમો ગૌરવ પાર્કમાં ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ એરિયા (Fitness and Sports Area), ચિલ્ડ્રન પ્લે ઝોન્સ, થીમ બેઝ્ડ લેન્ડસ્કેપિંગ એન્ડ ગ્રીન ઝોન, રિક્રીયેશનલ એન્ડ કલ્ચરલ એક્ટવિટી સ્પેસ, વોટરબોડી એન્ડ ઇકોફ્રેન્ડલી ફીચર્સ, પબ્લિક એમિનિટીઝ અને યુનિવર્સલ એક્સેસિબિલિટી ઉપરાંત સ્માર્ટ પાર્ક ફીચર્સનો સમાવેશ થાય છે. ચિલ્ડ્રન પ્લે એરીયામાં બાળકો માટે રમતગમતના સાધનો હશે. થીમ બેઝ્ડ લેન્ડ સ્કેપિંગ (Theme Based Landscaping) ઝોનમાં વૃક્ષોની વાવેતર થશે અને ફૂલોની ક્યારીઓ હશે. થીમ આધારિત શિલ્પો અને કલાકૃતિઓનું સ્થાપન તેમજ બટરફ્લાય ગાર્ડન અને હર્બલ ગાર્ડન વગેરે હશે.
અનેક વૈવિધ્યતા હશે નવા પાર્કમાં
ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ એરીયામાં ઓપન જીમ હશે. આ ઉપરાંત જોગિંગ અને વોકિંગ ટ્રેક હશે, બેડમિંટન અને વોલીબોલ જેવી રમતો માટેની જગ્યા હશે. રીક્રીએશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી સ્પેસમાં ઓપન એર એમ્ફીથિયેટરની સાથે પર્ફોર્મન્સ માટેના સ્ટેજ, યોગ અને ધ્યાન માટે લોન બનાવવામાં આવશે. વોટરબોડી અને ઇકો ફ્રેન્ડલી ફીચર્સમાં નાનકડા તળાવ, ફુવારાઓ, ગ્રીન ઝોન માટે માઇક્રો ઇરિગેશન, વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ વિકસાવવામાં આવશે.
વાઇબ્રન્ટ કમ્યુનિટી સેન્ટરન બનશે નવો પાર્ક
જાહેર સગવડો (Public Facilities) અને સર્વસુલભ સગવડોમાં પીવાના પાણીની સગવડ, જાહેર શૌચાલયો, બેન્ચીસ અને ગઝેબો તેમજ દિવ્યાંગો માટે સગવડજનક રસ્તાઓ બનાવવામાં આવશે. સ્માર્ટ પાર્ક ફીચર્સમાં ગાર્ડનને સૌર ઊર્જાથી સંચાલિત કરવા, વાઈફાઈ સગવડ, સેન્સર આધારિત લાઇટિંગ સિસ્ટમ્સ, ડિજિટલ ઇન્ફોર્મેશન સાઇનેજીસ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. નમો પાર્ક વિકસાવવાનો હેતુ શહેરીજનો માટે મનોરંજન અને સાંસ્કૃતિક જરૂરિયાતોને પૂર્ણ કરવા વાઇબ્રન્ટ કમ્યુનિટી (Vibrant Community) ના સ્થળોનું નિર્માણ કરવાનો છે. દરેક ઉંમરના લોકોને ત્યાં સગવડ મળી રહે તે પ્રયાસ કરાયો છે.
આ પણ વાંચો: Gandhinagar માં દૂષિત પાણીથી હાહાકાર, સાત વર્ષની બાળકીનું મોત
આ પણ વાંચો: Gandhinagarમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજથી ટાઈફોઈડના કેસોમાં વધારો, સરકાર સક્રિય બની
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી
