Ahmedabad News/ અમરાઈવાડીમાં મારામારી બાદ 24 વર્ષીય યુવકનું મોત, બે સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો

Ahmedabad Amraiwadi Crime: અમદાવાદના અમરાઈવાડીમાં બોલાચાલી બાદ થયેલી મારામારીમાં 24 વર્ષીય અક્ષયનું મોત થયું છે. યુવકની બહેનની ફરિયાદના આધારે પોલીસે બે વ્યક્તિ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Amraiwadi Crime: ઝઘડા બાદ 24 વર્ષીય યુવકનું મોત

Ahmedabad Crime News: અમદાવાદના અમરાઈવાડી વિસ્તાર (Ahmedabad Amraiwadi Crime)માં બોલાચાલી બાદ થયેલી મારામારીમાં 24 વર્ષીય અક્ષયનું મોત નીપજ્યું છે.

મહાલક્ષ્મીનગરના ગેટ પાસે થયેલા ઝઘડા બાદ અક્ષય પોતાના ઘરે પરત ફર્યો હતો. જોકે, બીજા દિવસે વહેલી સવારે તેની તબિયત બગડતાં પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. આ મામલે અમરાઈવાડી પોલીસે બે વ્યક્તિ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહાલક્ષ્મીનગરના ગેટ પાસે થઈ હતી મારામારી

મળતી માહિતી મુજબ, ગુરુવાર, 8 ઑક્ટોબરની સાંજે અક્ષય મહાલક્ષ્મીનગર ચારમાળિયા વિસ્તારમાં હાજર હતો. તે દરમિયાન જોગમાયાનગરમાં રહેતો પરેશ ઉર્ફે લતીફ સાગઠિયા અને તેનો મિત્ર ત્યાં આવ્યા હતા. કોઈ કારણસર તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ ઝપાઝપી અને મારામારી (Amraiwadi Fight Case) થઈ હતી. આ દરમિયાન અક્ષય નીચે પટકાયો હતો. ત્યારબાદ તે પોતાના ઘરે જતો રહ્યો હતો.

Ahmedabad Amraiwadi Crime: ઝઘડા બાદ 24 વર્ષીય યુવકનું મોત
Ahmedabad Amraiwadi Crime: ઝઘડા બાદ 24 વર્ષીય યુવકનું મોત

વહેલી સવારે તબિયત બગડતાં હોસ્પિટલ ખસેડાયો

શુક્રવાર, 9 ઑક્ટોબરની વહેલી સવારે અક્ષયને લોહીની ઊલટીઓ થવા લાગી હતી. તેના મિત્ર નયને 108 એમ્બ્યુલન્સની મદદથી તેને એલ.જી. હોસ્પિટલ (LG Hospital Ahmedabad) પહોંચાડ્યો હતો. ત્યારબાદ અક્ષયની બહેન તુલસી અને તેમના પતિ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. તબીબોએ વધુ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી.

જોકે, સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં અક્ષયનું મોત થયું હતું.

હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ તબીબોએ અક્ષયને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. (Ahmedabad Youth Death)

બે વ્યક્તિ સામે ગુનો નોંધાયો

મૃતકની બહેનની ફરિયાદના આધારે અમરાઈવાડી પોલીસે (Ahmedabad Police Investigation) પરેશ અને તેના મિત્ર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. મારામારી દરમિયાન થયેલી ઈજા અને યુવકના મોત વચ્ચેના સંબંધ સહિતના મુદ્દાઓ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: સુરતમાં ટેમ્પો સાઈડમાં લેવા મુદ્દે મારામારી: બે યુવકોને પાઈપ-દંડાથી ઢોર માર, 5ની અટકાયત

આ પણ વાંચો: વલસાડ બસ ડેપો પાસે પતિ-પત્ની વચ્ચે મારામારી, પત્નીએ પતિને ફટકાર્યો; વીડિયો વાઇરલ

આ પણ વાંચો: અમદાવાદમાં જન્માષ્ટમીના મંડપ મુદ્દે બબાલ: ચપ્પુ-લાકડાના દંડાથી મારામારી, 4ની ધરપકડ