Valsad News: વલસાડ શહેરમાં બસ ડેપો નજીક પતિ-પત્ની વચ્ચેના વિવાદ (Valsad Husband Wife Fight)નો મામલો ચર્ચામાં આવ્યો છે. કોઈ બાબતને લઈને પત્નીને પતિ પર શંકા હોવાની ચર્ચા વચ્ચે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બનતા પત્નીએ જાહેરમાં જ પતિ સાથે મારામારી (Valsad Husband Wife Fight) કરી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
સામાન સાથે પતિને રોક્યો, પછી બોલાચાલી થઈ
મળતી માહિતી મુજબ, વલસાડ બસ ડેપો નજીક પત્નીએ પતિને સામાન સાથે રોક્યો હતો. કોઈ બાબતને લઈને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. દરમિયાન બોલાચાલી થતાં મામલો ધીમે ધીમે ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન પત્નીએ પતિના હાથમાં રહેલો સામાન ફેંકી દીધો હતો અને ત્યારબાદ જાહેરમાં જ તેને માર માર્યો હતો.
મારામારી જોવા લોકોના ટોળાં એકઠાં થયાં
બસ ડેપો જેવા જાહેર સ્થળે પતિ-પત્ની વચ્ચે મારામારી (Valsad Husband Wife Fight) થતાં આસપાસના લોકોનું ધ્યાન ઘટના તરફ ગયું હતું. થોડા જ સમયમાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. મામલો વધુ વણસે નહીં તે માટે સ્થાનિક લોકો અને આસપાસના લોકોએ વચ્ચે પડી બંનેને અલગ કર્યા હતા. લોકોએ સમજાવટ કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
Valsad Husband Wife Fight: મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
સમગ્ર ઘટના દરમિયાન ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોનમાં મારામારી (Valsad Husband Wife Fight)નો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વલસાડ શહેરમાં ઘટનાની ચર્ચા શરૂ થઈ છે. વીડિયોમાં જાહેર સ્થળે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી અને મારામારી (Valsad Husband Wife Fight)ના દૃશ્યો જોવા મળતા હોવાનું સામે આવ્યું છે.
મામલો મહિલા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો
ઘટના બાદ સમગ્ર મામલો મહિલા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. બંને પક્ષના સ્વજનોને બોલાવી મામલો થાળે પાડવા અને સમાધાન કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, પતિ-પત્ની વચ્ચે વિવાદનું ચોક્કસ કારણ શું હતું અને આ મામલે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તેની વિગતવાર માહિતી હાલ સામે આવી નથી. પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની વધુ હકીકત સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો:‘મારી પત્નીને Instagram પર રિક્વેસ્ટ કેમ મોકલી?’ પૂછતાં જ લાફો ઝીંક્યો, માંજલપુરમાં બે સામે ફરિયાદ
