Lifestyle News/ સિગારેટ કે દારૂ કરતાં પણ વધુ ઘાતક છે આ માનસિક સ્થિતિ! તબીબોએ આપી ગંભીર ચેતવણી

સ્થૂળતા અને ધૂમ્રપાન કરતાં પણ વધુ ખતરનાક એકલતા છે. એકલવાયાપણું (Loneliness) હૃદયરોગ, ડિપ્રેશન અને નબળી રોગપ્રતિકારક શક્તિનું કારણ બને છે.

Lifestyle Health & Fitness
Loneliness is the most serious issue.

Health & Fitness News : આજના આધુનિક અને દોડધામભર્યા યુગમાં લોકો શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે તો જાગ્રત થઈ રહ્યા છે, પરંતુ એક મૌન રાક્ષસ ધીમે ધીમે સમાજને ગળી રહ્યો છે. તબીબી નિષ્ણાતોના મતે, દરરોજ 15 સિગારેટ પીવાથી શરીરને જેટલું નુકસાન થાય છે, તેનાથી પણ વધુ જોખમી ‘એકલતા’ (Loneliness) છે. સ્થૂળતા, વ્યાયામનો અભાવ અને વ્યસનો કરતાં પણ એકલવાયાપણું મનુષ્યના આયુષ્ય અને માનસિક સ્થિતિ પર ગંભીર પ્રહાર કરે છે.

Loneliness : શરીર અને મન પર એકલતાનો સીધો પ્રહાર

લાંબા સમય સુધી એકલા રહેવાથી મનુષ્યનું શરીર ક્યારેય કુદરતી રીતે સ્વસ્થ (Heal) થઈ શકતું નથી. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેનાથી નીચે મુજબના ગંભીર સ્વાસ્થ્ય જોખમો ઊભા થાય છે

હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ: સતત એકલતાથી શરીરમાં કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ વધે છે. પરિણામે બ્લડ પ્રેશર ઊંચું જતાં હાર્ટ એટેક અને મગજની નસ ફાટવા (Stroke) ની શક્યતા વધી જાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો: ક્રોનિક લોનલીનેસ રોગપ્રતિકારક કોષોને નબળા પાડે છે, જેના કારણે સામાન્ય વાયરલ ચેપ સામે લડવાની ક્ષમતા ઘટે છે અને શરીર રોગમુક્ત થવામાં વધુ સમય લે છે.

માનસિક તણાવ અને અનિદ્રા: સામાજિક વિસંગતતાના કારણે વ્યક્તિ ક્રોનિક એંગ્ઝાયટી અને ડિપ્રેશનનો ભોગ બને છે. મનમાં રહેલા સતત અજંપાને કારણે નિંદ્રાચક્ર ખોરવાય છે અને માનસિક થાક અનુભવાય છે.

મગજની કાર્યક્ષમતા પર અસર: અન્ય લોકો સાથે સંવાદ ન થવાથી વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા (Cognitive Ability) માં ઘટાડો થાય છે, જે ભવિષ્યમાં યાદશક્તિ ગુમાવવાના રોગ (Dementia) તરફ દોરી જાય છે.

એકલતામાંથી બહાર આવવાના સરળ અને બિનઅસરકારક ઉપાયો

તબીબોના મતે, આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે સોશિયલ મીડિયાના વર્ચ્યુઅલ વિશ્વમાંથી બહાર આવીને વાસ્તવિક સંબંધોને મહત્વ આપવું જોઈએ. પરિવાર અને જૂના મિત્રો સાથે આત્મીય સંવાદ સાધવો, મનપસંદ પ્રવૃત્તિઓ જેવી કે સંગીત, યોગ કે પુસ્તક વાંચનમાં સમય વિતાવવો અને સામાજિક કાર્યોમાં સક્રિય યોગદાન આપવું અત્યંત જરૂરી છે. સકારાત્મક વાતાવરણ અને સ્વસ્થ દિનચર્યા જ આ મૌન બીમારીનો શ્રેષ્ઠ ઇલાજ છે.


આ પણ વાંચો :સ્પેસ નથી…નો ટેન્શન…નાનકડી બાલ્કનીમાં પણ ઉગાડો ઘણાબધા લાલ-લાલ ટમેટાં!

આ પણ વાંચો :નાસ્તામાં બનાવો લીલા મરચાવાળી ધમધમાટ તીખી મૂંગદાલ ઠેચા વાનગી…મહારાષ્ટ્રીયન સ્ટાઈલ રેસિપી…

આ પણ વાંચો :કિચનમાં ફરતા વંદા અને માખીઓ પહોંચાડી શકે છે હોસ્પિટલ! FSSAI એ આપી મોટી ચેતવણી