Food Recipe: ગોવર્ધન પૂજાના અવસરે ઘરમાં ભાત-ભાતના પકવાન બનાવવામાં આવે છે અને ભગવાનને અન્નકૂટનો પ્રસાદ (Annakut Prasad) ધરાવવામાં આવે છે. પૂજા પૂર્ણ થયે આ પ્રસાદને ભક્તોમાં વહેંચવામાં આવે છે.
દિવાળી (Diwali 2026)ના આગલા દિવસે એટલે કે બેસતા વર્ષે ગોવર્ધન પૂજા (Govardhan Puja)નો તહેવાર મનાવવામાં આવે છે. પરંતુ આ વખતે તિથિ અનુસાર વિક્રમ સંવત 2083ની ગોવર્ધન પૂજા આજે મંગળવારના રોજ કરવામાં આવશે. ગોવર્ધન પૂજામાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગિરિરાજ પર્વત (Lord Shree Krishna and Giriraj Mountain)ની પૂજા કરવાની પરંપરા છે. ગોવર્ધન પૂજાના અવસરે ઘરમાં ભાત-ભાતના પકવાન બનાવવામાં આવે છે અને ભગવાનને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવે છે. પૂજા પૂર્ણ થયે આ પ્રસાદને ભક્તોમાં વહેંચવામાં આવે છે. અન્નકૂટની ખાસિયત એ છે કે એમાં અનેક પ્રકારના શાકભાજી, દાળ અને અનાજ મિક્સ કરીને એક સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરવામાં આવે છે. જો તમે પણ આ વખતે ગોવર્ધન પૂજા પર અન્નકૂટ બનાવવા ઈચ્છતા હો તો જાણો એની આસાન રેસિપી…
શી રીતે બનાવશો અન્નકૂટ? (Annakut Prasad Recipe)
અન્નકૂટ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
અન્નકૂટ બનાવવા માટે તમે તમારી પસંદ અનુસાર અને ઉપલબ્ધતા અનુસાર શાકભાજી (Vegetables) લઈ શકો છો. આમાં બટાટા, ડુંગળી, ટમેટાં, ગાજર, ફ્લાવર, કેપ્સિકમ, રીંગણ, ભીંડા, કોળા, દૂધી અને બીન્સ સામેલ કરી શકો છો. આ ઉપરાંત, મગની દાળ, ચોખા અને અન્ય અનાજ જેમ કે ઘઉં અને બાજરી (Grains) પણ ઉમેરી શકો છો.
મસાલામાં જીરું, હીંગ, તમાલપત્ર, આદુ-લસણની પેસ્ટ, ધાણાજીરું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, સંચળ અને આમચૂર પાવડરની જરુર પડશે.

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ તમામ શાકભાજીને સારી રીતે ધોઈ લો. હવે બટાટા, ડુંગળી, ટમેટાં, ગાજર, ફ્લાવર, કેપ્સિકમ, રીંગણ, ભીંડા, કોળા, દૂધી વગેરેને નાના-નાના ટુકડામાં સમારી લેવા. બીન્સને પણ ફોલી લેવા કે સમારી લેવા. તમે ઘરમાં હાજર અન્ય ઋતુકીય શાકભાજી પણ મિક્સ કરી શકો છો.
2. હવે શાકભાજીમાં મસાલો કરી લો. એ માટે કૂકરમાં તેલ ગરમ કરો. એમાં જીરા અને હિંગનો વઘાર કરવા. પછી તમાલપત્ર અને તાજો વાટેલો અથવા તૈયાર ગરમ મસાલો નાખવો. હવે આદુ-લસણની પેસ્ટ મિક્સ કરીને થોડીવાર શેકી લો. ત્યાર બાદ સમારેલી તમામ શઆકભાજી કૂકરમાં નાખી દો.
3. અડધી વાડકી મગની દાળ અને ચોખા ધોઈને મિક્સ કરી લો. આવશ્યકતા અનુસાર 1-2 કપ પાણી ઉમેરો.
4. એક વાડકીમાં સ્વાદાનુસાર મીઠું, ધાણાજીરું, લાલ મરચું, સંચળ, આમચૂર પાવડર, હળદર અને ગરમ મસાલો મિક્સ કરો. એમાં થોડું પાણી મિક્સ કરીને ઘોળ તૈયાર કરી લો. આ મસાલાને કૂકરમાં નાખીને મિક્સ કરી લો.
6. કૂકરનું ઢાંકણું બંધ કરી દો. હવે મધ્યમ તાપે 2 થી 3 સિટી વાગે ત્યાં સુધી પકાવી લો. જેથી શાકભાજી, દાળ અને ચોખા સારી રીતે ગળી જાય અને મસાલા સારી રીતે ભળી જાય.
7. કૂકરનું પ્રેશર નીકળે પછી ઢાંકણ ખોલો અને કડછીની મદદથી શાકભાજી, દાળ અને ચોખાને હળવા મૅશ કરી લો.
જો તમે અન્નકૂટને વધુ પારંપરિક બનાવવા ઈચ્છતા હોય તો એમાં આખો દિવસ પલાળી રાખેલી છડેલી બાજરી અને છડેલા ઘઉં પણ મિક્સ કરી શકો છો. શાકભાજી અને મસાલાની રિચનેસ આ વાનગીને અનોખો સ્વાદ આપે છે.
તો તૈયાર છે ગોવર્ધન પૂજા માટે સ્વાદિષ્ટ અન્નકૂટનો પ્રસાદ…(Annakut Prasad)…જેને ઘી નાખીને ભગવાન શ્રી કૃષ્ણ અને ગિરિરાજ મહારાજને ધરાવો અને પછી આ પ્રસાદ તમામ ભક્તોમાં વહેંચવો. તમે એને રોટલી, ભાત કે પૂરીની સાથે પણ પીરસી શકો છો. કેટલાય પ્રકારના શાકભાજી, દાળ અને અનાજથી તૈયાર થતું આ પારંપરિક પકવાન (Traditional Dish) ગોવર્ધન પૂજાના ઉત્સવનો વિશેષ ભાગ ગણાય છે. ગોવર્ધન પૂજાના અવસરે ઘરમાં ભાત-ભાતના પકવાન બનાવવામાં આવે છે અને ભગવાનને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવે છે. પૂજા પૂર્ણ થયે આ પ્રસાદને ભક્તોમાં વહેંચવામાં આવે છે. અન્નકૂટની ખાસિયત એ છે કે એમાં અનેક પ્રકારના શાકભાજી, દાળ અને અનાજ મિક્સ કરીને એક સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરવામાં આવે છે. નવ વર્ષે ધરાવવામાં આવતો આ ખાસ પ્રસાદ વર્ષો જૂની પરંપરાનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ચૂક્યો છે.
આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!
આ પણ વાંચો:
આ પણ વાંચો:
