Tips and Tricks: બજારમાંથી તાજી શાકભાજી ખરીદતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું જોઇએ? તો જોઇએ આ અંગેની કેટલીક (Vegetables purchase tips) ટિપ્સ…
માર્કેટમાંથી શાકભાજી ખરીદતી વખતે કરવામાં આવેલી નાની-નાની ભૂલો તમારી મુશ્કેલી વધારી શકે છે. જ્યારે પણ તમે બજારમાં જાઓ તો કેવળ ચમક જોઈને શાકભાજી ના ખરીદશો. ઘણી વાર બહારથી ચમકવાળી શાકભાજી અંદરથી ખરાબ હોઈ શકે છે. કેટલાક શાકભાજીમાં અમુક એવા સંકેતો હોય છે જેને આપણે નજરઅંદાજ કરી દઇએ છીએ. ન્યુટ્રિશનિસ્ટ અને વેટ લૉસ સ્પેશ્યાલિસ્ટ નિષ્ણાત પાસેથી જાણીએ કે બજારમાંથી તાજી શાકભાજી ખરીદતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું જોઇએ? તો જોઇએ આ અંગેની કેટલીક (Vegetables purchase tips) ટિપ્સ…
શાકભાજી ખરીદતા પહેલાની ટિપ્સ (Vegetables purchase tips)
શાકભાજી ખરીદતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું જોઇએ?
1. ભીંડા (Okra)
ભીંડા ખરીદતી વખતે હંમેશા એ ચૅક કરવું કે એ તાજા છે કે નહિં…એને ચૅક કરવા માટે ભીંડાને નીચેથી પ્રેસ કરો. જો એ તૂટે નહિં પણ વળી જાય તો એને ન ખરીદવા કારણ કે આવા ભીંડા વાસી હોઈ શકે છે. તાજા ભીંડા એક જ ઝાટકે કટ અવાજ સાથે સરળતાથી તૂટી જાય છે.

2. બટાટા (Potatoes)
જો બટાટાની ઉપર લીલા ચકામા દેખાય તો એવા બટાટા ન ખરીદવા કારણ કે એનો સ્વાદ ખાવામાં સારો નથી લાગતો.
3. લીંબુ (Lemon)
જો લીંબુને દબાવો તો એ ન દબાય અને બહુ જ વધારે કડક કે સખત હોય તો એને ન ખરીદવા. આવા લીંબુમાં જ્યૂસ નથી હોતો. આ ઉપરાંત, લીંબુને દબાવતા એ ઘણું જ સૉફ્ટ કે દબાયેલું લાગે તો એને ન ખરીદવું કારણ કે એ અંદરથી સડેલા કે ખરાબ હોઈ શકે છે.
4. શક્કરિયા (Sweet Potatoes)
ઘણી વાર શક્કરિયા ફિકાં લાગે છે. આ સંજોગોમાં શક્કરિયા ખરીદતી વખતે એના રંગ પર ધ્યાન આપવું. જે શક્કરિયાની છાલ ઘેરો લાલ હોય એવા શક્કરિયા ખરીદવા. સામાન્ય રીતે, આવા શક્કરિયા વધુ મીઠા હોય છે.

5. બ્રોકલી (Broccoli)
બ્રોકલી ખરીદતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું કે એના ગુચ્છ પર ક્યાંય પીળાપણું કે બ્રાઉન કલર ન દેખાય…જો આમ હોય તો એને ન ખરીદવી. એની ડાળખી સખત, લીલી અને તાજી હોવી જોઇએ. નરમ, ચિકાશયુક્ત અથવા સૂકાયેલા ડાળખાવાળી બ્રોકોલી ખરાબ હોઇ શકે છે.
આ પણ વાંચો: જૂની પ્લાસ્ટિકની બોટલોથી સજાવો બાલ્કની…બનાવો રંગ-બેરંગી સજાવટી ફૂલ…
આ પણ વાંચો: આ દિવાળીએ બાલ્કનીને આપો શાનદાર લુક…આ રીતે લગાવો રંગબેરંગી ઝાલર…
આ પણ વાંચો: નાના સફેદ જીવડાંને પડતા રોકવા માટે દાળ- ચોખાને ડબ્બામાં ભરતી વખતે આ વસ્તુઓ નાખો…
