Ahmedabad News: અમદાવાદમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને બાંધકામ દરમિયાન હવાના પ્રદૂષણને (Air Pollution) અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ચાંદલોડિયામાં પરવાનગી વિના ગેસ ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી જગ્યા સીલ કરવામાં (Construction Sites Sealed Ahmedabad) આવી છે. બીજી તરફ, ગ્રીન નેટ લગાવવાની સૂચનાનું પાલન ન કરતી ગોતા અને થલતેજ વિસ્તારની 11 બાંધકામ સાઇટને પણ સીલ કરવામાં આવી છે.
Construction Sites Sealed Ahmedabad: ચાંદલોડિયામાં ગેસ ગોડાઉન સામે કાર્યવાહી
ચાંદલોડિયાના ચામુંડા નગરમાં આવેલી ‘સુવિધા ગેસ સર્વિસ’ની જગ્યાનો જરૂરી પરવાનગી વિના ગેસ ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાની વિગતો સામે આવી હતી. આ મામલે AMCના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે (Gota Construction Sites) અગાઉ નોટિસ આપી હતી. જોકે, નોટિસ બાદ પણ જગ્યાનો ગોડાઉન તરીકે ઉપયોગ ચાલુ રહેતાં અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તેને સીલ કરી દીધું હતું.
ગ્રીન નેટ ન લગાવતાં 11 સાઇટ સીલ
શહેરમાં બાંધકામની કામગીરી દરમિયાન ધૂળ અને હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે AMC દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન નેટ લગાવવાની સૂચના આપવામાં આવી છે. તેમ છતાં આ નિયમનું પાલન ન થતું હોવાને કારણે ગોતા અને થલતેજ વિસ્તારમાં ચાલી રહેલી બાંધકામ સાઇટો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એસ્ટેટ વિભાગે નિયમોનું પાલન ન કરતી 11 સાઇટને સીલ કરી હતી.
એક સાઇટને સીલ કરવાને બદલે રૂ.25 હજારનો દંડ
‘અતિથિ ગોકુળ’ નામની કન્સ્ટ્રક્શન સાઇટ સામે પણ ગ્રીન નેટના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, આ સાઇટને સીલ કરવાને બદલે રૂ.25,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
અન્ય ઝોનમાં કાર્યવાહી અંગે સવાલ
શહેરમાં પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પણ અનેક જગ્યાએ બાંધકામની કામગીરી ચાલી રહી છે. આવા સ્થળોએ પણ પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન કરાવવું જરૂરી છે. ત્યારે ઉત્તર પશ્ચિમ ઝોનની જેમ અન્ય ઝોનમાં પણ આવી કાર્યવાહી થઈ રહી છે કે નહીં, તે અંગે સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વધતું પ્રદૂષણ ચિંતાજનક! વટવા GIDC આસપાસના ગ્રામજનોના ગંભીર આક્ષેપ, તંત્ર સામે અનેક સવાલો
આ પણ વાંચો: ઈન્દ્રાડ ગામમાં કેમિકલ કંપનીઓના પ્રદૂષણનો કહેર, લાલ પાણીથી ગ્રામજનો હેરાન, હિજરતની નોબત
આ પણ વાંચો: PM મોદી અને જર્મન ચાન્સેલર મેર્ઝની અમદાવાદ મુલાકાત પહેલાં એર પ્રદૂષણ ગંભીર, AQI 272
