ટાઈગર શ્રોફ પોતાના એક્શન મુવ્સ અને ડાન્સિંગ મુવ્સ માટે ઘણા ફેમસ છે. અને પોપ્યુલારીટી એમને બાગી અને બાગી 2 થી મળી છે એમાં શંકા ને કોઈ સ્થાન નથી. આ ફિલ્મ સિકવલ ની સફળતા બાદ બાગી ફ્રેન્ચાયઝી હવે એના ત્રીજા ભાગ સાથે આવવાની છે. જેના માટે આ ફિલ્મના એક્શન હીરો ટાઈગરને સિરિયામાં સેન્ય બુટ શિબિરની તાલીમ લેવાની રહેશે.

હાલમા એની સ્ક્રીપ્ટ પર કામ થઈ રહ્યું છે. ફિલ્મના નિર્દેશક અહમદ ખાન જે કોરિયોગ્રાફર માંથી ફિલ્મ મેકર બન્યા છે. એ ઈચ્છે છે કે આ ફિલ્મ માટે ટાઈગર પોતાની ટ્રેનીંગ સિરિયામાં પૂરી કરે. આ બધા વચ્ચે એક વાત તો સ્પષ્ટ છે કે આ બાગી ની સિકવલ બાગી ૩ માં ટાઈગરના એક્શન સીન પહેલા કરતા વધુ ખતરનાક અને રુવાડા ઉભા કરી દે એવા હશે.

સીરિયા જઈ ને ખાસ ટ્રેનીંગ લેશે ફિલ્મના હીરો ટાઈગર શ્રોફ કારણકે અહમદ ખાન ને જાણવા મળ્યું છે કે , સિરિયામાં એક વિશાળ ટ્રેનીંગ કેમ્પ છે અને એટલે ટાઈગરે ત્યાં જઈને બાગી ૩ માટે તૈયારી કરવી જોઈએ. અને જો મળતી ખબરોની માનીએ તો આ નવેમ્બર થી સિરિયામાં ટાઈગર પોતાની ટ્રેનીંગ શરૂ કરશે અને વાતો તો એવી પણ સંભળાઈ રહી છે કે બાગી 3 માટે એ M16 , AT4 અને રોકેટ લોન્ચર્સ ચલાવાનું પણ શીખશે.

ફિલ્મ નું શુટિંગ સિરિયામાં કરવા અહમદ ખાન ઈચ્છુક છે, જોકે પ્રતિકુળ પરિસ્થિતિ હોવા છતાં ફિલ્મના શુટિંગ માટે લોકેશન પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ફિલ્મ વિશેની બીજી જાણકારી જેવી કે કાસ્ટિંગ વગેરે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.
