Entertainment News/ NGO કૌભાંડના આરોપો પર એલ્વિશ યાદવ ભડક્યો , કહ્યું – પોતાના કામ-ધંધા પર ધ્યાન આપો

મુનાવર ફારૂકી (Munawar Faruqui) પર ભડક્યો એલ્વિશ યાદવ (Elvish Yadav): SMA બીમારીથી પીડાતા બાળક માટે ફંડ એકત્ર કરવાની અપીલ બાદ NGO કૌભાંડના આરોપો લાગતા એલ્વિશ યાદવે સ્પષ્ટતા કરી છે અને તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

Trending Entertainment
Munawar Faruqui

Elvish Yadav vs Munawar Faruqui : બિગ બોસ OTT 2ના વિજેતા અને જાણીતા ઇન્ફ્લુએન્સર એલ્વિશ યાદવ (Elvish Yadav) અને કોમેડિયન મુનાવર ફારૂકી (Munawar Faruqui) વચ્ચે સોશિયલ મીડિયા પર વિવાદ ગરમાયો છે. એક બાળક (Child)માટે ફંડ એકત્ર કરવાની અપીલ બાદ એલ્વિશ પર NGOની આડમાં કૌભાંડ કરવાના આક્ષેપો થયા હતા, જેને લઈને હવે એલ્વિશ યાદવે ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે.

શું છે સમગ્ર મામલો?

એલ્વિશ યાદવે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે SMA (Spinal Muscular Atrophy) નામની દુર્લભ બીમારીથી પીડાતા બાળક માટે મદદ માગી હતી. આ બાળકને USAથી આવતું ઇન્જેક્શન જરૂરી છે, જેના ખર્ચ અંદાજે 9 કરોડ રૂપિયા છે. સમયસર ઇન્જેક્શન ન મળે તો બાળકના જીવને જોખમ હોવાનું એલ્વિશે જણાવ્યું હતું.

મુનાવર ફારૂકી (Munawar Faruqui)નો સંકેતભર્યો આરોપ

એલ્વિશની આ પોસ્ટ બાદ મુનાવર ફારૂકીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે કેટલાક લોકો NGOના નામે ફંડ એકત્ર કરવા ઇન્ફ્લુએન્સર્સને પૈસા આપે છે, જે એક પ્રકારનો સ્કેમ હોઈ શકે છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચા શરૂ થઈ કે મુનાવરે એલ્વિશને ટાર્ગેટ કર્યો છે.

એલ્વિશ યાદવ (Elvish Yadav)નો જવાબ

આ સમગ્ર વિવાદ પર એલ્વિશ યાદવે પોતાના ઓફિશિયલ X (પૂર્વે ટ્વિટર) એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. તેમાં તેમણે કહ્યું,

“હું કોઈ વિવાદમાં પડવા નથી માંગતો. લોકો કહી રહ્યા છે કે એલ્વિશ યાદવે સ્કેમ કર્યો, પૈસા લઈ લીધા. હું સ્પષ્ટ કહી દઉં કે હું કોઈની મદદના પૈસા લેતો નથી.”

એલ્વિશે આગળ જણાવ્યું કે NGO દ્વારા ફંડ માટે સાર્વજનિક સ્કેનર મૂકવામાં આવ્યું છે, જેમાં આવનાર રકમ બધાને દેખાઈ રહી છે. ડોક્ટરોના નામ અને તમામ દસ્તાવેજો પણ ચકાસ્યા બાદ જ તેણે મદદ માટે પોસ્ટ કરી હોવાનું જણાવ્યું.

Munawar Faruqui

“જનતાના પૈસા જનતાને બતાવા જોઈએ”

એલ્વિશે કહ્યું, “હું કૌભાંડમાં માનતો નથી. ભગવાનની કૃપાથી મારું કામ સારું ચાલી રહ્યું છે. નાની-નાની વાત માટે સ્કેમ કરવો એ મારી આદત નથી. જ્યારે AIIMSને ચેક મળશે, ત્યારે લોકો જોઈ લેશે સચ્ચાઈ.”

તેમણે અંતમાં કટાક્ષ કરતા કહ્યું,

“લોકોને બહાનું જોઈએ છે કોઈને નીચું બતાવવાનું. પોતાના કામ-ધંધા પર ધ્યાન આપો. જો કોઈની મદદ ન કરી શકો તો વાંધો નહીં.”

મુનાવરની સ્પષ્ટતા

વિવાદ વધતા મુનાવર ફારૂકીએ વધુ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે તેમણે કોઈને ટાર્ગેટ કરવાનો ઇરાદો નહોતો, પરંતુ ફક્ત લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચાહકોના હકારાત્મક સ્વાગત બાદ, ભીડમાં નિધિ અગ્રવાલ સાથે અસ્વીકાર્ય વર્તન

આ પણ વાંચો: પાપારાઝીની ‘ગંદી આંખો’ પર ગુસ્સે થઈ નોરા ફતેહી, કહ્યું- ઝૂમ કરીને લે છે એવા શોટ્સ, જે પહેલા જોયા નથી

આ પણ વાંચો: નોરા ફતેહીએ પીએમ મોદીનો માન્યો આભાર, કારણ જાણીને તમે પણ થઈ જશો ભાવુક