કોંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. યાદીમાં 30 પ્રચારકોનાં નામ શામેલ છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સાથે અન્ય ઘણા મોટા નેતાઓ શામેલ છે. જોકે, આ યાદીમાં જી -23 ના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું નથી, જે કોંગ્રેસ હાઈકમાન્ડની કાર્યપદ્ધતિથી નારાજ છે.
કોરોના કહેર / રણબીર અને ભણસાલી બાદ હવે મનોજ બાજપેયી કોરોના પોઝિટીવ
કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં શામેલ
અમને જણાવી દઇએ કે 12 માર્ચે કોંગ્રેસે તેના 30 સ્ટાર પ્રચારકોની સૂચિ બહાર પાડી હતી. આ યાદીમાં પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમજ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનો સમાવેશ થાય છે. આ સિવાય સચિન પાયલોટ, નવજોતસિંહ સિદ્ધુ, અભિજિત મુખર્જી (પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર), અને મોહમ્મદ અઝહરૂદ્દીન જેવા નેતાઓનાં નામ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં શામેલ છે.
દાંડીયાત્રા / CM ગેહલોતે જયપુરમાં કરી પ્રતિકાત્મક દાંડીયાત્રા : કેન્દ્રની કાઢી ઝાટકણી, PM મોદીને ભાગવતની સલાહ માટે ટકોર
અન્ય ઘણા મોટા નામો સમાવેશ
મલ્લિકાર્જુન ખાર્ગે, અશોક ગેહલોત, કેપ્ટન અમરિન્દર સિંઘ, ભુપેશ બધેલ, કમલનાથ, અધિર રંજન ચૌધરી, બીકે હરિપ્રસાદ, સલમાન ખુર્શીદ, રણદીપ સુરજેવાલા, જિતિન પ્રસાદ, આરપીએન સિંઘ, અબ્દુલ મન્નાન, પ્રદીપ ભટ્ટાચાર્ય સહિત બંગાળમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનો સમાવેશ થાય છે. દીપા દાસમુંસી, એએચ ખાન ચૌધરી, દિપેન્દર હૂડા, અખિલેશ પ્રસાદસિંહ, રામેશ્વર, આલમગીર આલમ, પવન ખેરા, બી.પી.સિંઘ પણ શામેલ છે.
મહાત્મા પર નિશાન / કંગનાએ ગાંધીજીને પણ ન છોડ્યા! સારા પિતા અને પતિ હોવા અંગે ઉઠાવ્યા સવાલ
જી -23 નેતાઓનું પત્તુ કપાયું
ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, રાજ બબ્બર, મિલિંદ દેવડા, ભૂપિંદર સિંહ હૂડા, મનીષ તિવારી, વીરપ્પા મોઇલી, પીજે કુરિયન, સંદીપ દિક્ષિત, જિતિન પ્રસાદ, રેણુકા ચૌધરી, વિવેક ટંખા, મુકુલ વાસ્નિક, અરવિંદર સિંહ લવલી જેવા નેતાઓ સૂચિને સ્થાન આપવામાં આવ્યું નથી. આ લોકો જી 23 ના સભ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
