કળયુગમાં કારણ વગર કોઈનું કામ કરવું તે પણ ઘણીવારે મુશ્કેલી સર્જે છે. જોકે એક જેતપુરના એક વ્યક્તિ છે જે કોઇપણ મુશ્કેલીને પહોંચી વળવા તૈયાર છે અને બિનવારસી લાશોના અગ્નિસંસ્કાર કરવામાં પણ ખચકાતા નથી. છેલ્લા 25 વર્ષથી એક્તા સોશ્યલ ગ્રૂપના હારૂનભાઇ રફાઇનો સેવારથ અવિરત ચાલુ છે.
સેવાકીય કાર્યોમાં પણ સદા અગ્રેસર
બિનવારસી લાશોના કરે છે અગ્નિ સંસ્કાર
આ છે જેતપુર ના રહેવાસી એવા હારૂનભાઇ રફાઈ, દેખાવમાં સામાન્ય લાગતા સેવાકીય કામમાં ખુબજ સક્રિય છે અને હંમેશા તેવો કોઈ ની ને કોઈ ની સેવા કરવા માટે તત્પર હોય છે. તેમનું કાયમી સરનામું પૂછો તો કોઈ પણ કહેશે કે હારૂનભાઇ ને મળવું હોય તો હોસ્પિટલ માં જાવ તે ત્યાં મળી જાવ ત્યાં તમને જરૂર મળશે. કારણ કે પોતાના રોજિંદા અને રોજગારીના કામ પૂર્ણ કરીને તેઓ સીધા જ પોતાના સેવાકીય કાર્યમાં જોડાઇ જાય છે. તેમની સેવા ન માત્ર લોકો સુધી સિમિત છે, પરંતુ બિનવારસી લાશોને પણ તેઓ અગ્નિસંસ્કાર કરાવી સેવાકીય કાર્ય કરતા અટકતા નથી.
- 25 વર્ષથી ચાલી રહ્યો છે અવિરત સેવાકીય યજ્ઞ
- અગ્નિસંસ્કારની આડે નથી આવતો કોઇ ધર્મ
- ગરીબ દર્દીઓની સેવામાં પણ સદાય રહે છે અગ્રેસર
હારૂનભાઇ નો મુખ્ય સેવા યજ્ઞ તો ખુબજ અઘરો છે, બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કારમાં તેઓ નાતજાતના કોઇ ભેદભાવ પણ નથી રાખતા. અને સંપૂર્ણ રીતરિવાજ સાથે અગ્નિસંસ્કાર કરાવવા માટે મહેનત કરે છે. તો પોતાના કાર્યો કરીને સદાય હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓને પણ સેવામાં તેઓ આગળ રહે છે. આ ઉપરાંત ઘણાં વર્ષોથી હિન્દુ તહેવારોમાં પણ હારૂનભાઇ હર્ષોલ્લાષથી ભાગ લેતા
અત્યાર સુધી 375 બિનવારસી લાશોના કર્યા છે અગ્નિસંસ્કાર
નિસ્વાર્થ સેવાને ચાલો કરીએ સલામ
કોઈ પણ સ્વાર્થ વગર સેવા કરતા એકતા ગ્રુપ અને પ્રમુખ હારૂનભાઇ પાસે થી સેવા નો મંત્ર શીખવા જેવો છે, અનેક જેતપુર ની સંસ્થા દ્વવારા એકતા સોસ્યલ ગ્રુપ ના પ્રમુખ હારુન ભાઈ ની આં સેવા ને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરી ચુક્યા છે.
