Navneet Baldhiya Case Update: ભાવનગર જિલ્લાના બગદાણામાં Navneet Baldhiya પર થયેલા જીવલેણ હુમલાનો મામલો હવે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસ તપાસમાં થઈ રહેલા વિલંબ અને પુરાવા હોવા છતાં મુખ્ય આરોપીનું નામ FIR માં ન નોંધાતા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત રાત્રે પાલીતાણા ખાતે કોળી સમાજના આગેવાનો, સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યોની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આક્રમક લડત આપવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે.
Navneet Baldhiya Caseમાં પોલીસ તપાસ સામે સવાલો
આ બેઠકમાં કોળી સમાજના લોકોએ પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સુધી રજૂઆત કર્યા બાદ આ કેસ માટે SIT (Special Investigation Team) ની રચના તો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તપાસની કોઈ સ્પષ્ટ વિગતો જાહેર કરવામાં આવી નથી. સમાજનો ગંભીર આક્ષેપ છે કે ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ ઓડિયો અને વીડિયો ક્લિપ જેવા મજબૂત પુરાવા હોવા છતાં પોલીસ તેનું નામ FIR માં દાખલ કરતા અચકાઈ રહી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા.
રિમાન્ડ પૂર્ણ છતાં કાર્યવાહીમાં વિલંબ
સમાજના આગેવાનોએ વધુમાં રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પકડાયેલા અન્ય આરોપીઓના રિમાન્ડ પણ પૂર્ણ થઈ ગયા છે. આમ છતાં, SIT દ્વારા હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે પૂછપરછમાં શું બહાર આવ્યું? મુખ્ય આરોપી કોના રક્ષણ હેઠળ છે અને તેની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે અંગે પણ તંત્ર મૌન સેવી રહ્યું છે, જેના કારણે પીડિત પક્ષ અને સમાજમાં અન્યાયની લાગણી પ્રસરી છે.

સામૂહિક રાજીનામાનું અલ્ટીમેટમ
બેઠકના અંતે પાલીતાણા તાલુકાના કોળી સમાજના તમામ સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યોએ એકસૂરે ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે, જો આગામી દિવસોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે અને Navneet Baldhiyaને યોગ્ય ન્યાય નહીં મળે, તો તેઓ પોતાના હોદ્દા પરથી સામૂહિક રાજીનામા (Mass Resignation) આપી દેશે. કોળી સમાજની આ ચિમકીને કારણે સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ પણ વાંચો: Bagdana Controversyના નવનીત બલોધિયા પર હુમલામાં ખૂલ્યું હવે મુંબઈ કનેકશન !
આ પણ વાંચો: ભાવનગર: બગદાણા વિવાદમાં પીડિત યુવકના સમર્થનમાં વધુ એક ધારાસભ્ય મેદાને
આ પણ વાંચો: નવનીત બાલધિયાને ન્યાય અપાવવા હવે કોળી સમાજના વકીલો મેદાનમાં
