Bhavnagar News/ બગદાણામાં હાઈવોલ્ટેજ ડ્રામા! નવનીત બાલધિયાને ન્યાય અપાવવા 4 યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસ

બગદાણામાં Navneet Baldhiya કેસમાં ન્યાયની માંગ સાથે 4 યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. પોલીસે સમયસૂચકતા વાપરી મોટી હોનારત ટાળી

Top Stories Gujarat Others
Navneet Baldhiya

Navneet Baldhiya Case: ભાવનગર જિલ્લાના બગદાણામાં કોળી સમાજના યુવાન Navneet Baldhiya પર થયેલા જીવલેણ હુમલાનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ન્યાયની માંગ સાથે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા આ આંદોલને આજે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. બગદાણા ગુરુ આશ્રમના ગેટ પાસે કોળી સમાજના ચાર યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, પોલીસે સમયસૂચકતા વાપરી મોટી દુર્ઘટના ટાળી છે.

Navneet Baldhiya

Navneet Baldhiya કેસના પડઘા ગાંધીનગર સુધી પડ્યા

નવનીત પર થયેલા હુમલાના કેસમાં મુખ્ય આરોપીઓની ધરપકડ ન થતા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલાના પડઘા હવે છેક ગાંધીનગર સુધી પડ્યા છે. કોળી સમાજના આશરે 15 જેટલા આગેવાનોએ અગાઉ જ તંત્રને ચીમકી આપી હતી કે જો Navneet Baldhiyaને ન્યાય નહીં મળે તો તેઓ આત્મવિલોપન જેવા આત્યંતિક પગલાં ભરશે. આ ચીમકીને પગલે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને બગદાણામાં સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Navneet Baldhiya

ગુરુ આશ્રમના ગેટ પાસે હાઈવોલ્ટેજ ડ્રામા

આજે બપોરે બગદાણા ગુરુ આશ્રમના ગેટ પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન અચાનક ચાર શખ્સોએ જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં બંદોબસ્તમાં હાજર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ત્વરિત કાર્યવાહી કરી ચારેય શખ્સોને દબોચી લીધા હતા અને તેમની અટકાયત કરી હતી. પોલીસની આ સતર્કતાને કારણે કોઈ મોટી અઈચ્છનીય ઘટના બનતા અટકી હતી.

Navneet Baldhiya

ચુસ્ત પોલીસ છાવણીમાં ફેરવાયું બગદાણા

આ ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાવનગર પોલીસ દ્વારા બગદાણામાં વધારાનો પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ જાતે પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે. બીજી તરફ, કોળી સમાજના આગેવાનો હજુ પણ પોતાની માંગ પર મક્કમ છે અને જ્યાં સુધી મુખ્ય આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Bagdana Controversyના નવનીત બલોધિયા પર હુમલામાં ખૂલ્યું હવે મુંબઈ કનેકશન !

આ પણ વાંચો: ભાવનગર: બગદાણા વિવાદમાં પીડિત યુવકના સમર્થનમાં વધુ એક ધારાસભ્ય મેદાને

આ પણ વાંચો: નવનીત બાલધિયાને ન્યાય અપાવવા હવે કોળી સમાજના વકીલો મેદાનમાં