Entertainment News : સાઉથ સુપરસ્ટાર યશ (Yash) ના ચાહકોનો 4 વર્ષનો લાંબો અગ્નિપરીક્ષા જેવો ઈંતેજાર હવે પૂરો થવા જઈ રહ્યો છે. 2022 માં આવેલી ‘KGF Chapter 2’ ની વિશ્વવ્યાપી સફળતા બાદ રોકિંગ સ્ટાર ફરી એકવાર પોતાની આગામી પેન-ઈન્ડિયા ફિલ્મ ‘ટોક્સિક’ (Toxic) સાથે મોટા પડદા પર કમબેક કરી રહ્યા છે. ફિલ્મની રિલીઝને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એડવાન્સ બુકિંગમાં ટિકિટોની અભૂતપૂર્વ ખરીદી જોવા મળી રહી છે, જે બોક્સ ઓફિસ પર તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરવાના એંધાણ આપી રહી છે.
Toxic : એડવાન્સ બુકિંગમાં ટિકિટોની તોફાની ખરીદી અને કરોડોની કમાણી
બોક્સ ઓફિસ ટ્રેકિંગ વેબસાઈટ સેકનિલ્ક (Sacnilk) ના તાજા આંકડા મુજબ, ફિલ્મની ટિકિટોનું વેચાણ રોકેટ ગતિએ વધી રહ્યું છે..બપોરના સમય સુધીમાં જ દેશભરમાં 84315 થી વધુ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું હતું, જેનાથી ફિલ્મે એડવાન્સ બુકિંગમાં રૂ. 4.1 કરોડની કમાણી કરી લીધી હતી.જો નોન-નેશનલ સિનેમા ચેઈન્સ અને બ્લોક સીટ્સનો આંકડો ઉમેરવામાં આવે, તો એડવાન્સ બુકિંગ કલેક્શન રૂ. 9.19 કરોડના આંકડાને સ્પર્શી ગયું છે. તેમજ બુક થયેલી કુલ ટિકિટોની સંખ્યા 80 હજારથી વધી ગઈ છે.માત્ર હિન્દી બેલ્ટમાં જ ઓપનિંગ ડે પર રૂ. 45 થી 50 કરોડના બિઝનેસની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.
ગ્લોબલ રિલીઝ અને મલ્ટી-સ્ટારર કલાકારોની ફોજ
ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે મોટા પાયે રિલીઝ થઈ રહી છે.આ ફિલ્મ કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, હિન્દી અને અંગ્રેજી એમ કુલ 6 ભાષાઓમાં પેન-ઈન્ડિયા અને ગ્લોબલ સ્તરે રજૂ કરવામાં આવશે.વાર્તામાં યશની સાથે કિયારા અડવાણી, નયનતારા, તારા સુતારિયા, હુમા કુરેશી અને રુક્મિણી વસંત જેવા પ્રખ્યાત કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
4 વર્ષ બાદ મોટા પડદા પર યશનો પાવરફુલ કમબેક
યશના ચાહકો માટે આ ફિલ્મ માત્ર એક મનોરંજન નથી પરંતુ એક ઉત્સવ સમાન છે. વર્ષ 2022 માં સમગ્ર વિશ્વના બોક્સ ઓફિસને હલાવી દેનાર KGF 2 બાદ યશની કોઈ ફિલ્મ આવી નહોતી.તમામ ભાષાઓનું કલેક્શન મેળવીને ‘ટોક્સિક’ પહેલા જ દિવસે 100 કરોડથી વધુનો વૈશ્વિક વ્યાપાર કરીને નવો ઈતિહાસ રચે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. “યશનો 4 વર્ષનો ગેપ અને ‘Toxic’ નો એક્શન અવતાર દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવા માટે પૂરતો છે. એડવાન્સ બુકિંગનો વર્તમાન ટ્રેન્ડ ભારતીય સિનેમામાં વધુ એક ઐતિહાસિક ઓપનિંગ તરફ ઈશારો કરે છે.
આ પણ વાંચો :કંગના રનૌતનો વંદે માતરમ વિવાદ પર તીખો જવાબ, શર્મિલા ટાગોરને કહ્યું- વિચારસરણી બદલો
આ પણ વાંચો :કંગના રનૌતે બેંગલુરુ હત્યા કેસ પર વ્યક્ત કર્યો ગુસ્સો, ડેટિંગ ટ્રેન્ડ્સ પર ઉઠાવ્યા સવાલ
આ પણ વાંચો :શ્વેતા તિવારીના ઘરે ઓનલાઈન ઓર્ડરમાં નીકળ્યું ઝુરળ, તુકારામ મુંઢેને કરી ફરિયાદ
