Not Set/ LG દ્વારા ભારતમાં લોન્ચ કરાયો બજેટ સ્માર્ટફોન, મળશે આ ખાસ ફિચર્સ

નવી દિલ્હી, સ્માર્ટફોન નિર્માતા કંપની LG ઇન્ડિયા દ્વારા એક નવો બજેટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનનું નામ LG Candy રાખવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસયિત એ છે કે, જેમાં બેક કવર બદલી શકાય છે. LG ઇન્ડિયા દ્વારા આ સ્માર્ટફોનની કિંમત ૬,૬૯૯ રૂપિયા રાખવામાં આવી છે અને તેનું વેચાણ પણ શરુ થઇ […]

Trending Tech & Auto

નવી દિલ્હી,

સ્માર્ટફોન નિર્માતા કંપની LG ઇન્ડિયા દ્વારા એક નવો બજેટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનનું નામ LG Candy રાખવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસયિત એ છે કે, જેમાં બેક કવર બદલી શકાય છે.

LG ઇન્ડિયા દ્વારા આ સ્માર્ટફોનની કિંમત ૬,૬૯૯ રૂપિયા રાખવામાં આવી છે અને તેનું વેચાણ પણ શરુ થઇ ગયું છે. ગ્રાહકોને આ સ્માર્ટફોન સિલ્વર, બ્લુ અને ગોલ્ડ કલરના ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.

LG Candy સ્માર્ટફોનના સ્પેશિફિકેશન :

LGના નવા સ્માર્ટફોનના ફિચર્સની વાત કરવામાં આવે તો આ મોબાઈલ એન્ડ્રોઇડ ૭.૧.૨ નૂગટ પર ચાલે છે અને એમાં 294ppi પિક્સલ ડેન્સિટિ સાથે ૫ ઇંચ HD ૭૨૦ X ૧૨૮૦ પિક્સેલ ઓન-સેલ ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં ૨ GB રેમ સાથે 1.3GHz ક્વોડ – કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ મોબાઈલની ઇન્ટરનલ મેમરી ૧૬ GB છે જેને SD કાર્ડ દ્વારા ૩૨ GB સુધી વધારી શકાય છે.

tech-lg-candy-launch-india-price-specifications-features

ફોટોગ્રાફી :

LG Candyની ફોટોગ્રાફીની વાત કરવામાં આવે તો, આ સ્માર્ટફોનમાં રિયરમાં ૮ મેગાપિક્સેલ કેમેરાની સાથે એક ફ્લેશ જમ્પ શોટ ફિચર્સ પણ આપવામાં આવ્યું છે. આ ફિચર્સ ૨૦ ફોટો સુધી દરેક ત્રણ સેકન્ડમાં પિકચર ક્લિક કરે છે.

જયારે આ સ્માર્ટફોનનો ફ્રન્ટ કેમેરો ૫ મેગાપિક્સેલનો છે. જેમાં ઓટો શોટ, ફ્લેશ ફોર સેલ્ફી, ક્વિક શેયર ફિચર્સ આપવામાં આવ્યા છે. સાથે સાથે LG Candyમાં લો-લાઈટ ફોટોગ્રાફી માટે પણ ફંકશન અપાયું છે.

મોબાઈલની કનેક્ટિવિટી : 

આ ઉપરાંત મોબાઈલની કનેક્ટિવિટી માટે Wi-Fi 802.11/b/g/n, બ્લુટુથ ૪.૨, USB 2.0 ટાઈપ C પોર્ટ, LTE સપોર્ટ અને FM રેડિયોનો સપોર્ટ આપવામાં આવ્યો છે.