Ahmedabad News/ કલોલમાં પત્ની-દીકરીને રસ્તા પર મૂકી જવાનો આક્ષેપ, 52 વર્ષની મહિલાની પતિ-દિયર-દેરાણી સામે ફરિયાદ

કલોલમાં રહેતી 52 વર્ષીય મહિલા (Kalol Woman Complaint)એ પતિ, દિયર અને દેરાણી સામે ત્રાસ આપવાના આક્ષેપ સાથે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Kalol Woman Complaint: ‘મારી પાસે પૈસા નથી, જે કરવું હોય કરો’ કહી પત્ની-દીકરીને રસ્તે મૂકી ગયો હોવાનો આક્ષેપ

Ahmedabad News: અમદાવાદના કલોલ વિસ્તારમાં રહેતી 52 વર્ષીય મહિલા (Kalol Woman Complaint)એ પતિ, દિયર અને દેરાણી સામે માનસિક ત્રાસ અને પરેશાની અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા મુજબ, તેમના પતિ ઉના ખાતે પુરવઠા વિભાગમાં સરકારી નોકરી કરે છે. પતિ-પત્ની અલગ-અલગ સ્થળે રહેતા હતા અને તેમને બે દીકરીઓ છે.

ફરિયાદ મુજબ, લગ્ન બાદથી જ મહિલા (Kalol Woman Complaint)ને પતિ ઉપરાંત દિયર અને દેરાણી તરફથી ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે. દરમિયાન થોડા દિવસ પહેલાં ભારે વરસાદના કારણે કલોલમાં આવેલા મહિલાના રૂમમાં પાણી ભરાઈ ગયું હતું. જેના પગલે મહિલા પોતાની દીકરી સાથે અડાલજ ત્રિમંદિર ખાતે રહેવા માટે જતી રહી હતી.

Kalol Woman Complaint: પતિ ઉનાથી મળવા આવ્યા હોવાનો આક્ષેપ

મહિલાની ફરિયાદ પ્રમાણે, તેમની સ્થિતિની જાણ થતાં પતિ ઉનાથી તેમને મળવા આવ્યા હતા. તેમણે મહિલાને બીજી જગ્યાએ આશરે એક મહિના માટે રહેવાની વ્યવસ્થા કરી આપવાની વાત કરી હતી. જોકે, મહિલાએ કાયમી રહેવાની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. આ અંગે બંને વચ્ચે વાતચીત થઈ હતી. મહિલાનો આક્ષેપ છે કે પતિએ આ સમયે આર્થિક મુશ્કેલી હોવાનું કહીને તેમને પોતાની રીતે વ્યવસ્થા કરી લેવા જણાવ્યું હતું.

ઓગણજ રોડ પર પત્ની-દીકરીને મૂકી ગયા હોવાનો આક્ષેપ

મહિલા (Kalol Woman Complaint)એ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે પતિ પત્ની અને દીકરીને ઓગણજ રોડ પર રસ્તા પાસે મૂકીને જતા રહ્યા હતા. પતિ જતા રહ્યા બાદ મહિલા ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા. આ દરમિયાન મહિલાએ પોતાને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પતિ, દિયર અને દેરાણી સામે પોલીસ ફરિયાદ

હોસ્પિટલમાં સારવાર બાદ મહિલાએ સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. તેમણે પતિ, દિયર અને દેરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસે મહિલા (Kalol Woman Complaint)ની ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પતિ-પત્ની વચ્ચેના વિવાદ, મહિલાએ કરેલા આક્ષેપો તેમજ પરિવારના અન્ય સભ્યોની ભૂમિકા અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:કુબેરનગરમાં પ્રેમીના ત્રાસથી 28 વર્ષની મહિલાએ ટૂંકાવ્યું જીવન, ધમકી આપ્યાનો આરોપને લઈ પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો:‘મારી પત્નીને Instagram પર રિક્વેસ્ટ કેમ મોકલી?’ પૂછતાં જ લાફો ઝીંક્યો, માંજલપુરમાં બે સામે ફરિયાદ

આ પણ વાંચો:મહેસાણા આંબલીયાસણમાં મંદિર દર્શનને લઈને વિવાદ, બે બહેનો સાથે મારપીટની ફરિયાદ; એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો