Lifestyle/ સ્પેસ નથી…નો ટેન્શન…નાનકડી બાલ્કનીમાં પણ ઉગાડો ઘણાબધા લાલ-લાલ ટમેટાં!

વરસાદના કારણે ટમેટાના ભાવ ઝડપભેર વધતા જઇ રહ્યાં છે. એની અસર લોકોના ઘરના બજેટ પર પણ પડે છે. આ Tomato Growing Tips અપનાવીને તમે નાની સ્પેસ…

Trending Tips & Tricks Lifestyle
Tomato Growing Tips અપનાવીને નાની સ્પેસમાં ટમેટા ઉગાડો!

Lifestyle: થોડી સંભાળ, યોગ્ય માટી અને પૂરતો સૂર્યપ્રકાશ મળે એની મદદથી તમે કેમિકલ વિનાના ઓર્ગેનિક ટમેટા ઉગાડીને આરામથી ખાઈ શકો છો. તો જાણીએ…ઘરે જ ટમેટા ઉગાડવા માટેની સરળ ટિપ્સ (Tomato Growing Tips)…

ચોમાસાની સિઝન (Monsoon Season)માં વરસાદના કારણે ટમેટાના ભાવ ઝડપભેર વધતા જઇ રહ્યાં છે. એની અસર લોકોના ઘરના બજેટ પર પણ પડે છે. પણ શું તમે જાણો છો કે તમારી નાની અમથી બાલ્કનીમાં પણ તમે આરામથી ટમેટાનો છોડ લગાવી શકો છો. ટમેટાને ઉગાડવા માટે કોઈ મોટી જગ્યા કે બગાચાની આવશ્યકતા નથી…તમે નાનકડી જગ્યા (Small Space)માં પણ એને ઉગાડી શકો છો અને એની થોડી સંભાળ, યોગ્ય માટી અને પૂરતો સૂર્યપ્રકાશ મળે એની મદદથી તમે કેમિકલ વિનાના ઓર્ગેનિક ટમેટા ઉગાડીને આરામથી ખાઈ શકો છો. તો જાણીએ…ઘરે જ ટમેટા ઉગાડવા માટેની સરળ ટિપ્સ…

ટમેટા ઉગાડવાની ટિપ્સ (Tomato Growing Tips)

કૂંડાની યોગ્ય પસંદગી 

1. કૂંડાની યોગ્ય પસંદગી 

ટમેટાના છોડને વધવા માટે કોઈ સારી જગા જોઈએ. બાલ્કનીમાં ઓછામાં ઓછા 12 થી 15 ઈંચના પહોળા અને ઊંડા કૂંડા, ગ્રો બેગ (Pot or Grow Bag) અથવા તો જૂની ડોલ તમે ઉપયોગમાં લઈ શકો છો. કૂંડાના તળીયે વધારાનું પાણી નીકળે એ માટે 2-3 કાણા હોવા જરુરી છે નહિંતો છોડ સડી જવાની સંભાવના રહે છે.

2. યોગ્ય માટી

છોડનો વિકાસ પૂર્ણ રીતે માટીની ગુણવત્તા પર નિર્ભર કરે છે અને આ માટે 40% સામાન્ય માટી, 40% વર્મીકમ્પોસ્ટ અથવા છાણીયું ખાતર અને 20% કોકોપીટ નું મિશ્રણ (Vermicompost and  cocopeat) તૈયાર કરવું. કોકોપીટ માટીમાં ભેજ જાળવી રાખે છે અને માટીને હળવી બનાવી રાખે છે જેથી મૂળનો વિકાસ ઝડપભેર થાય છે.

3. બીજ વાવણી

તમે ઈચ્છો તો નર્સરીમાંથી ટમેટાનો છોડ ખરીદી શકો છો અથવા તો ઘરે જ બીજ (Tomato Seeds or Tomato Plant) લગાવીને છોડને ઉછેરી શકો છો. છોડ લગાવતી વખતે ધ્યાન રાખવું કે એને થોડો માટીને અંદર દબાવી દો જેથા પ્લાન્ટ્સને મજબૂત ટેકો મળી રહે. બે છોડ હોય તો અંતર યોગ્ય રીતે જાળવવું.

4. તડકો અને પાણીનું સંતુલન

ટમેટાના છોડને દરરોજ ઓછામાં ઓછો 5-6 કલાકનો તડકો જોઇતો હોય છે અને આથી જ્યાં સીધો સૂર્યપ્રકાશ (Sunlight) આવતો હોય ત્યાં જ આ છોડને મૂકવો. પાણી આપતા ધ્યાન રાખવું કે માટીની ઉપરની સપાટી સુકાય તે પછી જ પાણી આપવું. ઓવર-વોટરિંગ (Watering)થી પ્લાન્ટના મૂળ ખરાબ થઈ શકે છે.

ટમેટાની કાંટ-છાંટ
નોંધ- દર 15-20 દિવસમાં છોડની યોગ્ય કાંટ-છાંટ કરવી અને એમાં વર્મીકમ્પોસ્ટ કે લીમડાની ખળી મિક્સ કરવી. ફૂલ ઉગે ત્યારે લિક્વિડ ફર્ટિલાઈઝર અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. કીટકોથી બચાવા માટે દર અઠવાડિયે લીમડાના તેલનો છંટકાવ કરવો યોગ્ય રહેશે.


આ પણ વાંચો: આંગણામાં જગ્યા નથી? તો ઘરની દિવાલોને હરિયાળી બનાવો…કોકોપીટથી સજાવો વર્ટિકલ ગાર્ડન..!

આ પણ વાંચો: એર પ્યુરિફાયર નથી લગાવવું તો ફટાફટ વાવો આ 3 છોડ…ઘરનું વાયુ પ્રદૂષણ દૂર કરવાની ટ્રિક..!

આ પણ વાંચો: શિયાળામાં રંગબેરંગી ફૂલોના છોડ વાવો…સજાવો તમારું ઘર અને ગાર્ડન…!