Not Set/ દિલીપ કુમારને આવનારા 3 દિવસ ICU માં રાખવામાં આવશે…

મુંબઈ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને છાતીમાં દુખાવો અને ઇન્ફેકશનની ફરિયાદ પછી બુધવારે તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલીપ કુમારના સ્વાસ્થ્યમાં હવે સુધારો થઇ રહ્યો છે. પરંતુ ઈલાજની અસર ખુબ જ ધીમી છે. હાલતો દિલિપ કુમાર વય સંબંધિત બીમારીઓ સામે લડી રહ્યા છે. એક વેબસાઈટ અનુસાર ડોકટર્સે તેમની […]

Trending Entertainment

મુંબઈ

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને છાતીમાં દુખાવો અને ઇન્ફેકશનની ફરિયાદ પછી બુધવારે તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલીપ કુમારના સ્વાસ્થ્યમાં હવે સુધારો થઇ રહ્યો છે. પરંતુ ઈલાજની અસર ખુબ જ ધીમી છે.

હાલતો દિલિપ કુમાર વય સંબંધિત બીમારીઓ સામે લડી રહ્યા છે. એક વેબસાઈટ અનુસાર ડોકટર્સે તેમની પત્ની સાયરા બાનોને કહ્યું છે કે આવનારા 72 કલાક સુધી દિલીપ કુમારને આઈસીયુમાં કડક દેખરેખ હેઠળ રાખવામાં આવશે. તેમના વાઈટલ પૈરામીટર્સ સ્થિર છે. પરંતુ વધુ ત્રણ દિવસ તેમને હોસ્પિટલમાં રાખવા પડશે.

ડોકટર્સના કહ્યા પ્રમાણે  દિલીપ કુમાર નૈજલ ફિડ પર છે. તેમને જે પણ જમવામાં આપવામાં આવી રહ્યું હતું તે મોટા પ્રમાણમાં તેમના ફેફડામાં સંચય થાવ લાગ્યું છે. ડોકટર્સનું માનવું છે કે તેમને મોં થી કોઈ પણ પ્રકારનું જમવાનું આપવામાં ના આવે.

આપને જણાવીએ દઈએ કે બુધવારે સાંજે દિલીપ કુમારે તેમના ટ્વીટર પર ટ્વીટ કરીને તેમના ખરાબ સ્વાસ્થ્ય માટેની માહિતી તેમના ચાહકોને આપી હતી. તેમને ટ્વીટ કરીને જણવ્યું કે “સાબ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમીટ છે. છાતીમાં દુખાવો અને ચેસ્ટમાં ઇન્ફેકશનના કારણે અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. તેઓ સારા થઇ રહ્યા છે. તેમને દુવા અને પ્રાથનાની જરૂર છે.”

Related image

ઉલ્લેખનીય છે કે દિલીપ કુમારની ઉંમર 95 વર્ષ છે. તેઓ ઘણા વૃદ્ધ થઇ ચુક્યા છે. દિલીપ કુમાર આજકાલ સાર્વજનિક મોકા પર પણ જોવા મળતા નથી, તેઓ તેમના ઘરે જ રહે છે. તેમને સારસંભાળ તેમની પત્ની સાયરા બાનો કરે છે.