Lifestyle: જો તમારા મનપસંદ ફેવરિટ સફેદ કપડાં પોતાની ચમક ખોઈ ચૂક્યા હોય તો નિરાશ થવાની જરુર નથી…કેટલાક આસાન અને કુદરતી ઉપાયો (White Cloths Cleaning Tips) અજમાવીને તમારા સફેદ કપડાની ખોવાયેલી ચમક પરત આવી શકે છે.
સફેદ કપડા (White Cloths) ખાસ વ્યક્તિત્વની નિશાની છે અને આપણા વોર્ડરોબની શાન પણ…પરંતુ સમય જતાં પરસેવા, ધૂળ-માટી અને યોગ્ય રીતે સફાઈ (White Cloths Cleaning Tips) ન થવાને કારણે એ પોતાની ચમક ગુમાવી દે છે! આ સંજોગોમાં લોકો વિવિધ પ્રકારના ડિટર્જન્ટનો ઉપયોગ કરે છે જેથી એમની ખોવાયેલી ચમક પાછી આવી જાય પરંતુ કોઈ રિઝલ્ટ મળતું નથી! જો તમારા મનપસંદ ફેવરિટ સફેદ કપડાં પોતાની ચમક ખોઈ ચૂક્યા હોય તો નિરાશ થવાની જરુર નથી…કેટલાક આસાન અને કુદરતી ઉપાયો અજમાવીને તમારા સફેદ કપડાની ખોવાયેલી ચમક પરત આવી શકે છે.
સફેદ કપડા સાફ કરવાના ઉપાયો (White Cloths Cleaning Tips)
કેટલાક આસાન અને કુદરતી ઉપાયો અજમાવીને તમારા સફેદ કપડાની ખોવાયેલી ચમક પરત આવી શકે છે.
1. લીંબુ અને ગરમ પાણી (Lemon & Hot Water)
લીંબુ એક કુદરતી બ્લીચ છે જે કપડાની પીળાશ દૂર કરવાનું કાર્ય કરે છે. એનો પ્રયોગ કરવા માટે એક ડોલ ગરમ પાણીમાં 2-3 લીંબુનો રસ નીચોવી લેવો અને પછી પીળા પડેલા કપડાને આ પાણીમાં ઓછામાં ઓછા 1 કલાક માટે પલાળીને રાખી દો. ત્યાર બાદ, કપડાને ડિટર્જન્ટ વડે ધોઈ લેવા. તડકે સૂકવવાથી કપડાં ઓર ચમકી ઉઠશે!

2. બેકિંગ સોડા અને વિનેગર (Baking Soda & Vinegar)
બેકિંગ સોડા કપડામાંથી વાસ અને જીદ્દી ડાઘાઓને દૂર કરવાનું કામ કરે છે. જયારે સિરકો અર્થાત્ વિનેગર કપડાને સૉફ્ટ બનાવવા સાથે-સાથે સફેદ પણ બનાવે છે. આ માટે 4 લિટર પાણીમાં અડધો કપ બેકિંગ સોડા મિક્સ કરો…આ મિશ્રણમાં કપડાને કેટલાક કલાક માટે પલાળી રાખો. ધોતા પહેલાં ડાઘયુક્ત ભાગ પર થોડો સફેદ સિરકો લગાવો. આ પ્રકારે કરવાથી જૂનામાં જૂના પીળા ડાઘા ગાયબ થઈ જશે!
3. હાઇડ્રોજન પેરોક્સાઈડ (Hydrogen Paroxide)
હાઇડ્રોજન પેરોક્સાઈડ એક બહેતરીન સેનિટાઈઝર અને બ્લીચીંગ એજન્ટ છે જે કપડાના રેષાને નુકસાન પહોંચાડ્યા વિના એમની ચમક પાછી લાવે છે. એનો ઉપયોગ કરવા માટે સમાન માત્રામાં હાઈડ્રોજન પેરોક્સાઈડ, બેકિંગ સોડા અને પાણી મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને કપડાના પીળા ભાગ પર લગાવીને અડધો કલાક માટે મૂકી રાખવી. ત્યાર બાદ કપડાને ઠંડા પાણીથઈ ધોઈ લેવા.

4. તડકાનો યોગ્ય ઉપયોગ (Sunlight)
સૂર્યપ્રકાશમાં નેચરલ બ્લીચીંગ ગુણ હોય છે જે કપડાની પીળાશને દૂર કરે છે. આથી કપડાને હંમેશા એકદમ તડકે ઊંધા કરીને સૂકવવા જોઈએ. સીધો અને તીવ્ર તડકે કપડાની ચમકને યથાવત્ રાખવામાં મદદ કરે છે અને સાથોસાથ બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.
