Entertainment News: બોલિવૂડના જાણીતા અભિનેતા અને કોમેડિયન રાજપાલ યાદવ (Rajpal Yadav)માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ અને લોન ડિફોલ્ટ કેસમાં તેમની જામીન અરજી પર આજે મહત્વપૂર્ણ સુનાવણી થશે. કેસની ગંભીરતા વચ્ચે ફિલ્મ ઉદ્યોગના અનેક મોટા નામોએ રાજપાલ યાદવને સહાય માટે હાથ લંબાવ્યો છે, જેના કારણે સમગ્ર બોલિવૂડ એકજૂટ દેખાઈ રહ્યું છે.

શું છે સમગ્ર મામલો?
માહિતી મુજબ, વર્ષ 2010માં રાજપાલ યાદવે (Rajpal Yadav)‘અતા પાટા લગાપ’ ફિલ્મ બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયાનું લોન લીધું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. પરિણામે તેઓ સમયસર લોનની રકમ પરત કરી શક્યા નહોતા.
આ લોનના બદલામાં આપવામાં આવેલા સાત ચેક બાઉન્સ થયા હતા. બાદમાં કંપનીએ રાજપાલ યાદવ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી. વ્યાજ સહિત લોનની રકમ વધીને અંદાજે 9 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ કેસને કારણે રાજપાલ યાદવ 2018માં પણ જેલમાં ગયા હતા.
તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે તેમની અંતિમ અરજી ફગાવી દીધી હતી અને વધુ વિલંબ કર્યા વગર તિહાર જેલમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. 5 ફેબ્રુઆરીએ રાજપાલ યાદવે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.
જામીન અરજી (Rajpal Yadav)પર સુનાવણી
ગુરુવારે તેમની (Rajpal Yadav)જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ. તેમના મેનેજર ગોલ્ડી જૈને જણાવ્યું કે ઘણા જાણીતા અભિનેતાઓ અને નિર્માતાઓ રાજપાલ યાદવ (Rajpal Yadav)ની આર્થિક મદદ કરવા તૈયાર થયા છે. જો કોર્ટમાંથી સકારાત્મક નિર્ણય મળે તો પત્રકાર પરિષદ યોજવાની પણ તૈયારી કરવામાં આવી છે.

બોલિવૂડ સ્ટાર્સ આવ્યા મદદે
આ મુશ્કેલ સમયમાં રાજપાલ યાદવ (Rajpal Yadav)ને બોલિવૂડ ઉદ્યોગમાંથી મજબૂત સમર્થન મળ્યું છે. સલમાન ખાન, અજય દેવગણ, ડેવિડ ધવન, વરુણ ધવન સહિત અનેક સ્ટાર્સ તેમના સમર્થનમાં આગળ આવ્યા છે. અભિનેતા સોનુ સૂદ, ગાયક મિકા સિંહ અને અન્ય ઘણા લોકોએ પણ આર્થિક સહાયની જાહેરાત કરી છે.
મિકા સિંહે 11 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરતાં કહ્યું કે “રાજપાલજી, તમે અમને હસાવ્યા છે, હવે અમારો વારો છે.” તેમના આ નિવેદનથી ઉદ્યોગમાં એકતા અને મિત્રતાનો સંદેશ ગયો છે.

FWICEની અપીલ
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ પણ ફિલ્મ અને ટીવી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને અપીલ કરી છે કે તેઓ રાજપાલ યાદવને આ કપરા સમયમાં મદદ કરે. FWICEએ કહ્યું કે ફાળો આપનારાઓ સીધા રાજપાલ યાદવ (Rajpal Yadav)ને અથવા સંસ્થા મારફતે સહાય કરી શકે છે.

પરિવારની પ્રતિક્રિયા
રાજપાલ યાદવ (Rajpal Yadav)ની પત્ની રાધા યાદવે જણાવ્યું કે ફિલ્મ ઉદ્યોગે તેમનું ઘણું સમર્થન કર્યું છે અને તેઓ દરેક સહાયકનો આભાર વ્યક્ત કરે છે. તેમણે કહ્યું, “બધા અમારી સાથે ઊભા છે, અમે આભારી છીએ.”
આ પણ વાંચો:અક્ષય ખન્નાની એક્ઝિટ બાદ ‘દ્રશ્યમ 3’ માં અજય દેવગન સાથે કામ કરી ચૂકેલા અભિનેતાની એન્ટ્રી..!
આ પણ વાંચો:‘શું હું આતંકવાદી છું?’ મહાકુંભ ગર્લ મોનાલિસાની ફિલ્મ લોન્ચિંગ મામલે હોબાળો
આ પણ વાંચો:અમિતાભ બચ્ચન માટે જયાએ કર્યો રાજેશ ખન્ના સાથે ઝઘડો…માસ્ટર રાજૂએ રોચક કિસ્સો કર્યો શૅર..!
