Food Recipe/ રાગીમાંથી બનાવો જાળીદાર અને પોચાં ઢોકળાં…સ્વાદ સાથે શરીરને મળશે કૅલ્શિયમ અને પ્રોટીન..!

રાગી ઘણી રીતે પોષક તત્વોથી ભરપૂર હોય છે. એમાં કેલ્શિયમ, ફાઇબર અને આયર્ન મળે છે. તો ચાલો જાણીએ રાગીના ઢોકળા (Ragi Dhokla) બનાવવાની સરળ વિધિ…

Trending Food Health & Fitness Lifestyle
Ragi Dhokla...ઢોકળા હોય છે હૅલ્ધી...રાગીના વધારે હૅલ્ધી..!

Food Recipe: સવાર અથવા સાંજે જો તમે નાસ્તામાં કશુંક સ્વાદિષ્ટ અને હૅલ્ધી ખાવા માગતા હો તો રાગી ઢોકળા (Ragi Dhokla) તમારા માટે બહેતરીન વિકલ્પ છે. રાગી પોષક તત્વોથી ભરપૂર અનાજ છે અને એમાં ભરપૂર માત્રામાં કૅલ્શિયમ અને પ્રોટીન પ્રાપ્ત થાય છે. આ વાનગી (Ragi Dhokla Recipe)ની વિશેષ બાબત એ છે કે તમે સરળતાથી જાળીદાર, સોફ્ટ અને સ્પૉન્જી ઢોકળા બનાવી શકો છો. તો ચાલો જાણીએ રાગીના ઢોકળા બનાવવાની સરળ વિધિ…

રાગી એક એવો આહાર છે કે જે કેવળ ગરમાવો પ્રદાન નથી કરતો પણ પોષણ (Nutrition)નો ખજાનો છે. રાગીની વિવિધ વાનગીઓ હૅલ્થ કોન્શિયસ લોકો અવાર-નવાર બનાવવાનું પસંદ કરતા હોય છે. જો તમે ક્યારેય રાગીની વાનગી નથી બનાવી તો આ રેસિપીને ટ્રાય કરી જો જો!

રાગીના પોષક તત્વો અને સ્વાસ્થ્ય લાભ (Health Benefits of Ragi)

જ્યારે આપણે સ્વાસ્થ્ય (Health)ની વાત કરીએ છીએ ત્યારે ઘરની બનેલી રાગી અને બજારના પેકેટવાળા નાસ્તા વચ્ચે મોટો તફાવત હોય છે. રાગીનું અન્ય નામ નાચણી છે જે એક ‘સુપરફૂડ’ (Superfood) ગણાય છે. બજારના તૈયાર પેકેટોમાં મળતા નાસ્તામાં સ્વાદ વધારવા માટે સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવા પ્રિઝર્વેટિવ્સ (Preservatives) હોવાની પૂર્ણ શક્યતા રહેલી છે.

રાગી ઘણી રીતે પોષક તત્વોથી ભરપૂર હોય છે. એમાં કેલ્શિયમ, ફાઇબર અને આયર્ન (Calcium, Fiber and Iron) મળે છે. આ પાચન માટે બહેતર રહે છે. એના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. રાગીના ઢોકળા (Ragi Dhokla) બાળકોથી માંડીને મોટી ઉંમરના વડીલવર્ગ (Kids & Elders)ને પણ પસંદ પડે છે.

ઘરે બનાવેલી રાગીની વાનગીઓ અને બજારના પ્રિઝર્વેટિવ્સ યુક્ત નાસ્તામાં ઘણો જ ફરક હોય છે. ઘરની બનેલી રાગીની વાનગી બજારમાં મળતા તૈયાર નાસ્તા કરતા હૅલ્થ (Health) માટે ઉત્તમ વિકલ્પ છે કારણ કે, તેમાં મુખ્ય સામગ્રી તરીકે કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર એવો રાગીનો લોટ વપરાય છે. જ્યારે તૈયાર નાસ્તામાં મોટાભાગે મેંદો, કોર્ન સ્ટાર્ચ અથવા બટાટા (Refined Flour, Cornstarch or Potato)નો ઉપયોગ થાય છે. રાગીમાં ફાઈબર વધુ હોવાથી એની વાનગી પાચન (Digestion)માં સરળ હોય છે જ્યારે મેંદો, કોર્ન સ્ટાર્ચ અથવા બટાટાના નાસ્તા પચવામાં ભારે હોવાથી ગેસ અથવા એસિડિટી (Gas or Acidity)ની સમસ્યા સર્જાઇ શકે છે.

રાગી પોષક તત્વોથી ભરપૂર અનાજ છે અને એમાં ભરપૂર માત્રામાં કૅલ્શિયમ અને પ્રોટીન પ્રાપ્ત થાય છે. આ વાનગીની વિશેષ બાબત એ છે કે તમે સરળતાથી જાળીદાર, સોફ્ટ અને સ્પૉન્જી ઢોકળા બનાવી શકો છો. તો ચાલો જાણીએ રાગીના ઢોકળા (Ragi Dhokla) બનાવવાની સરળ વિધિ…

શી રીતે બનાવશો રાગીના ઢોકળા? (Ragi Dhokla Recipe)

રાગીના ઢોકળા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

રાગી

સામગ્રી

રાગીનો લોટ 100 ગ્રામ

સોજી 125 ગ્રામ

1 ચમચી મીઠું

1 કપ દહીં

1 ચમચી આદુ-મરચાંની પેસ્ટ

1 ચમચી દળેલી ખાંડ (વૈકલ્પિક)

3 મોટી ચમચી તેલ

1.5 ચમચી ઈનો ફ્રુટ સોલ્ટ

અડધી ચમચી રાઈ

2 લીલા મરચાં

1 ચમચી તલનું તેલ

ફ્રેશ નારિયેળનું છીણ

તાજી સમારેલી કોથમીર

મીઠા લીમડાના પાન

રાગીના હૅલ્ધી ઢોકળા

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક મોટા બાઉલમાં રાગીનો લોટ, સોજી અને દહીં (Ragi Flour, Suji, Curd) ઉમેરીને મિક્સ કરી લો. હવે એને સારી રીતે હલાવીને દોઢ કપ અથવા જરુર મુજબ પાણી ઉમેરો અને સારી રીતે ગાંઠા ન પડે એ રીતે હલાવી લો.

2. આ બેટરમાં મીઠું, આદુ-મરચાંની પેસ્ટ, દળેલી ખાંડ (ઓપ્શનલ) અને 1 ચમચી તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરીને 20 મિનિટ સુધી ઢાંકી રાખો.

3. હવે એક પહોળા વાસણમાં પાણી ઉકળવા મૂકો અને જેમાં ઢોકળા બનાવવાના હોય એ થાળીને તેલથી ગ્રીસ કરી લો. બેટરમાં ઈનો ઉમેરોએને સારી રીતે હલાવીને તરત જ થાળીમાં રેડી દો.

4. ગૅસને મધ્યમ તાપે રાખવો. ગ્રીસ કરેલી થાળીમાં બેટર ભરીને એમાં એક કાંઠલો મૂકી એની ઉપર રાખો અને ઢાંકીને થવા દો.

5. 20 મિનિટ બાદ એક ચપ્પુ કે ટૂથપીક વડે એને ચેક કરી લો કે એ થઈ ગયા છે કે નહિં…જો ચપ્પુ સ્વચ્છ નીકળે તો ઢોકળા રેડી છે નહિંતર 5 મિનિટ સુધી થવા દેવા.

6. જ્યારે થાળી ઠંડી થાય ત્યારે એને ઊંધી કરી દો. એનાથી ઢોકળા આરામથી નીકળી જશે. એને તમે મનપસંદ શૅપમાં કાપી લો.

7. હવે એક વઘારિયામાં તેલ મૂકીને એમાં રાઈ, મીઠા લીમડાના પાન, તલ નાખી આ વઘાર તતડે એટલે ઢોકળા પર રેડી દેવો અને ઢોકળાને ઉછાળીને મિક્સ કરી લેવા.

તો તૈયાર છે તમારા રાગીના હૅલ્ધી ઢોકળા (Healthy Ragi Dhokla)…એના ઉપર નારિયેળનું છીણ અને કોથમીર છાંટીને નારિયેળની ચટણી સાથે સર્વ કરો.


આ પણ વાંચો: શિયાળામાં બાળકોને મેંદાના બિસ્કીટના સ્થાને હોમ મેઇડ રાગી કૂકીઝ ખવડાવો…હૅલ્ધી રેસિપી..!

આ પણ વાંચો: મખાનાને બનાવો સ્વાદિષ્ટ, ઉમેરો ફુદીના ફ્લૅવર…નોંધી લો ‘મિન્ટ મખાના’ની ચટપટી રેસિપી..!

આ પણ વાંચો: ઘરે શી રીતે બનાવશો મસાલેદાર હૅલ્ધી રાગી ચિપ્સ…ક્રિસ્પી ચટપટી બનાવવાની ટિપ્સ…