Lifestyle/ ઘરે શી રીતે બનાવશો મસાલેદાર હૅલ્ધી રાગી ચિપ્સ…ક્રિસ્પી ચટપટી બનાવવાની ટિપ્સ…

Ragi Chips (રાગી ચિપ્સ) સ્વાસ્થ્ય માટે ઉત્તમ વિકલ્પ છે, કારણ કે એમાં કેલ્શિયમ, ફાઇબર અને આયર્ન મળે છે આથી એ પાચન માટે બહેતર રહે છે…બાળકોની પસંદ…

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle
Ragi Chips,ક્રિસ્પી , હૅલ્ધી, રાગી ચિપ્સ , ટિપ્સ

Lifestyle: મોટાભાગના લોકો ચિપ્સ બજારમાંથી જ ખરીદીને લાવતા હોય છે. ઘણા લોકોને બટાટાની વેફર, કાતરી કે ચિપ્સ (Aloo Chips) ઘરે જ આસાનીથી બનાવતા આવડતું હોય છે, જો આના સિવાયની કોઇ હૅલ્ધી ચિપ્સ તમે બનાવવાનું ઇચ્છતા હો તો કંઇક જુદું જ ટ્રાય કરી શકો છો. આ છે હૅલ્થ માટે અત્યંત લાભકારક એવા રાગીના લોટમાંથી બનાવેલી રાગી ચિપ્સ (Ragi Chips)ની રેસિપી….

રાગી ચિપ્સ સ્વાદમાં કુરકુરી હોવા ઉપરાંત, બજારમાં ઉપલબ્ધ એવા તળેલા કે શેકેલા પ્રિઝર્વેટિવ્સ યુક્ત નાસ્તા (Packed Snacks)થી અનેકગણી બહેતર હોય છે. તમે એમને ઘરે જ સરળતાપૂર્વક તૈયાર કરી શકો છો. આ ચિપ્સમાં તમે તમારા મનપસંદ મસાલાનો ફ્લેવર પણ ઉમેરી શકો છો.

Ragi Chips,ક્રિસ્પી , હૅલ્ધી, રાગી ચિપ્સ , ટિપ્સ

રાગીના પોષક તત્વો અને સ્વાસ્થ્ય લાભ

જ્યારે આપણે સ્વાસ્થ્ય (Health)ની વાત કરીએ છીએ ત્યારે ઘરની બનેલી રાગી ચિપ્સ અને બજારના પેકેટવાળા નાસ્તા વચ્ચે મોટો તફાવત હોય છે. રાગીનું અન્ય નામ નાચણી છે જે એક ‘સુપરફૂડ’ (Superfood) ગણાય છે. બજારના તૈયાર પેકેટોમાં મળતા નાસ્તામાં સ્વાદ વધારવા માટે સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવા પ્રિઝર્વેટિવ્સ (Preservatives) હોવાની પૂર્ણ શક્યતા રહેલી છે.

રાગી ઘણી રીતે પોષક તત્વોથી ભરપૂર હોય છે. એમાં કેલ્શિયમ, ફાઇબર અને આયર્ન (Calcium, Fiber and Iron) મળે છે. આ પાચન માટે બહેતર રહે છે. એના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. રાગીની ચિપ્સ બાળકોથી માંડીને મોટી ઉંમરના વડીલવર્ગ (Kids & Elders)ને પણ પસંદ પડે છે.

ઘરે બનાવેલી રાગી ચિપ્સ અને બજારની પ્રિઝર્વેટિવ્સ યુક્ત ચિપ્સમાં ઘણો જ ફરક હોય છે. ઘરની બનેલી રાગી ચિપ્સ બજારમાં મળતા તૈયાર નાસ્તા કરતા હૅલ્થ (Health) માટે ઉત્તમ વિકલ્પ છે કારણ કે, તેમાં મુખ્ય સામગ્રી તરીકે કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર એવો રાગીનો લોટ વપરાય છે. જ્યારે તૈયાર નાસ્તામાં મોટાભાગે મેંદો, કોર્ન સ્ટાર્ચ અથવા બટાટા (Refined Flour, Cornstarch or Potato)નો ઉપયોગ થાય છે. રાગીમાં ફાઈબર વધુ હોવાથી એની વાનગી પાચન (Digestion)માં સરળ હોય છે જ્યારે મેંદો, કોર્ન સ્ટાર્ચ અથવા બટાટાના નાસ્તા પચવામાં ભારે હોવાથી ગેસ અથવા એસિડિટી (Gas or Acidity)ની સમસ્યા સર્જાઇ શકે છે.

Ragi Chips,ક્રિસ્પી , હૅલ્ધી, રાગી ચિપ્સ , ટિપ્સ

માર્કેટની ચિપ્સ અને ઘરની ચિપ્સનો ફરક

આ તૈયાર પેકેટોમાં તેલની ગુણવત્તા શંકાના ઘેરામાં હોય છે. આપણે ઘરે શુદ્ધ સિંગતેલ, તાજું તેલ, ઓલિવ ઓઈલ કે ઘી વાપરતા હોઇએ છીએ જ્યારે બજારના નાસ્તામાં વારંવાર ઉકાળેલું અને હાનિકારક પામ ઓઈલ (Palm Oil) મોટાભાગે વપરાય છે. ઘરના નાસ્તામાં પ્રિઝર્વેટિવ્સ બિલકુલ નથી હોતા જ્યારે લાંબો સમય ટકાવવા માટે તૈયાર ચિપ્સમાં કેમિકલ્સ અને એડિટિવ્સ મિક્સ કરવામાં આવે છે. આપણે ઘરે મીઠું અને મસાલા જરૂર મુજબ જ વાપરતા હોઇએ છીએ જ્યારે માર્કેટના નાસ્તામાં અતિશય મીઠું (સોડિયમ) અને MSG (આજીનો મોટો) વાપરવામાં આવે છે. તૈયાર નાસ્તા મોટેભાગે ડીપ ફ્રાય અર્થાત્ તળેલા (Fried) હોય છે જ્યારે ઘરે બનાવેલી ચિપ્સ શેકેલી (Roasted) અથવા બેક કરેલી હોવાથી વધારે હૅલ્ધી હોય છે. આટલી ગુણકારી રાગી ચિપ્સ બનાવવાની રેસિપી (Recipe) વિશે હવે જાણીશું…

શી રીતે બનાવશો રાગી ચિપ્સ (Ragi Chips)?

રાગી ચિપ્સ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Ragi Chips,ક્રિસ્પી , હૅલ્ધી, રાગી ચિપ્સ , ટિપ્સ

સામગ્રી

1 કપ રાગીનો લોટ

1/2 ચમચી લાલ મરચું પાવડર

1/2 ચમચી ચાટ મસાલો

1/2 ચમચી અજમો

1/2 ચમચી જીરું પાવડર

1/2 ચમચી હળદર પાવડર

2 ચમચી તેલ

સ્વાદાનુસાર મીઠું

જરુર મુજબ પાણી

Ragi Chips,ક્રિસ્પી , હૅલ્ધી, રાગી ચિપ્સ , ટિપ્સ

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક વાસણમાં રાગીનો લોટ લઇને એમાં સ્વાદાનુસાર મીઠું (Salt), લાલ મરચું પાવડર, ચાટ મસાલો, જીરું પાવડર, હળદર અને થોડું તેલ મિક્સ કરી લો. એમાં અજમાને મસળીને ઉમેરો.

2. હવે આ તમામ સામગ્રીને મિક્સ કરીને થોડું-થોડું પાણી મિક્સ કરીને સખત એવો લોટ બાંધી લેવો.

3. આ લોટને ઢાંકીને થોડી વાર રેસ્ટ આપવો.

4. હવે આ લોટની નાના-નાના લુવા બનાવી લેવા. હવે એને એકદમ પાતળા વણવા અને ત્રિકોણ કે મનપસંદ આકારમાં કાપી લેવા.

5. એક તરફ તાવડીમાં તેલ ગરમ કરો અને આ તેલમાં મધ્યમ તાપે આ ચિપ્સને ગોલ્ડન ક્રિસ્પી બને ત્યાં સુધી તળી લેવી.

Ragi Chips,ક્રિસ્પી , હૅલ્ધી, રાગી ચિપ્સ , ટિપ્સ

6. તમે ઇચ્છો તો આ ચિપ્સને 180 ડિગ્રી તાપમાને પ્રિ હીટ કરેલા ઓવનમાં એક ટ્રેમાં તેલ લગાવીને બેક (Bake) પણ કરી શકો છો.

7. આ ચિપ્સને 12 થી 15 મિનિટ સુધી અથવા તો એ સોનેરી રંગની અને કુરકુરી ન બને ત્યાં સુધી શેકાવા દો.

8. તળેલી ચિપ્સને ટિશ્યૂ પેપર પર કાઢી લેવી જેથી એનું વધારાનું ઓઇલ શોષાઇ જાય.

9. આમ, તળીને અથવા તો બેક કરીને તૈયાર કરેલી ગરમ ચિપ્સ પર તરત જ સહેજ ચાટ મસાલો (Chat Masala) છાંટી દેવો. તમને અથવા તમારા બાળકોને જે પસંદ હોય એવો કોઇ અન્ય મસાલો પણ તમે એની ઉપર ભભરાવી શકો છો.

તો તૈયાર છે તમારી ટેસ્ટી, ચટપટી અને હૅલ્ધી એવી રાગી ચિપ્સ….જે ખાઇને તમારા બાળકો આનંદિત થઇ જશે!


આ પણ વાંચો: ઘઉંના લોટના ભટુરા શી રીતે બનાવશો? અડધા કલાકમાં તૈયાર થઇ જશે ભટુરાનો લોટ…ફટાફટ નોંધી લો રેસિપી!

આ પણ વાંચો: મખાનાને બનાવો સ્વાદિષ્ટ, ઉમેરો ફુદીના ફ્લૅવર…નોંધી લો ‘મિન્ટ મખાના’ની ચટપટી રેસિપી..!

આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…