Lifestyle: ઘઉંના લોટના ભટુરા પણ હૅલ્ધી રીતે તમે બનાવી શકો છો. શિયાળા (Winter)માં ગરમાગરમ છોલે ભટુરે (Chhole Bhature) ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. જો તમે મેંદાના ચક્કરમાં ભટૂરા ખાવાનું ટાળતા હો તો ઘઉંના લોટના ભટુરા પણ હૅલ્ધી (Healthy) રીતે બનાવી શકો છો. લોટના ભટુરા એકદમ ફૂલેલા અને સૉફ્ટ બને છે. તો ચાલો જાણીએ એને શી રીતે બનાવીશું?
છોલે ભટુરેનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે! બાળકો હોય કે મોટા વડીલો…છોલે ભટુરેનો ટૅસ્ટ બધાને પ્રિય હોય જ છે! તમે બહાર નીકળશો એટલે શેરીના નાકાથી માંડીને મોટા રેસ્ટોરન્ટ (Restaurant)માં તમને ભટુરેની ભરમાર જોવા મળશે! પરંતુ, ઘણાને તકલીફ એ વાતની હોય છે કે આ તમામ જગ્યાઓ પર મેંદામાંથી બનેલા ભટુરા મળે છે અને એથી લોકો એને ખાવાનું ટાળી દે છે. લોકોને એ વાતની ચિંતા રહે છે કે આવા મેંદાની વાનગી વારંવાર ખાવાથી એમનું સ્વાસ્થ્ય બગડશે! પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરુર નથી! જો તમે મેંદાના ચક્કરમાં ભટૂરા ખાવાનું ટાળતા હો તો ઘઉંના લોટના ભટુરા પણ હૅલ્ધી રીતે બનાવી શકો છો. લોટના ભટુરા એકદમ ફૂલેલા અને સૉફ્ટ બને છે. અહિં અમે તમારા માટે લઇને આવ્યા છીએ ઘઉંના લોટના ભટુરા (Wheat Flour Bhatura Recipe)ની સ્વાસ્થ્યસભર રેસિપી…

શી રીતે બનાવશો ઘઉંના લોટના ભટુરા?
ઘઉંના લોટના ભટુરા બનાવવા માટે ઘઉંના લોટને એક ઝીણી ચારણીથી ચાળી લેવો. હવે આ લોટને ભટુરાના લોટની જેમ જ ગૂંથી લો. આ માટે તમારે લોટમાં 1 ચપટી બેકિંગ પાઉડર (Baking Powder), 1 ચમચી ખાંડ, 1 ચમચી સોજી (Suji) તથા સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરી દેવું. આ તમામ સામગ્રીને મિક્સ કરીને એમાં 1 વાડકી દહીં (Curd) મિક્સ કરી લો. હવે નરમ લોટ બાંધી લો અને જરુર પડે તો પાણીનો ઉપયોગ કરવો. તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. લોટ બાંધ્યા પછી એને ઢાંકીને અડધા કલાક માટે કોઇ ગરમ જગ્યાએ, જેમ કે બંધ કબાટની અંદર, સેટ થવા માટે મૂકી દો.
જો તમે ભટુરેનો રંગ સફેદ જોઇતો હોય તો તમે 1 કપ ઘઉં અને 1 કપ મેંદો (Maida) પણ લઇ શકો છો. લોટ બાંધ્યા પછી તમે એને તેલ લગાવીને એક સ્વચ્છ કોથળીમાં પૅક કરીને કોઇ ગરમ સ્થળે અડધાથી એક કલાક માટે મૂકી શકો છો.

ભટુરા બનાવવાની વિધિ
હવે હાથમાં ભટૂરાને તળવા માટેનું તેલ ચોપડી લો અને ભટુરાના લોટને સારી રીતે 5- 10 મિનિટ સુધી મસળી લો. ગૅસ પર તાવડીમાં તેલ મૂકો અને એમાં ભટૂરા (Bhatura) તળવા માટેનું તેલ ગરમ કરો. હવે લોટમાંથી લુવા બનાવી લો અને સહેજ અટામણ લગાવીને પાટલી-વેલણ પર વણી લો. તમે ગોળ અથવા લંબગોળ આકાર આપી શકો છો. વણ્યા પછી હાથ વડે એનો આકાર વ્યવસ્થિત કરી લો અને એકદમ ગરમ તેલમાં હાઈ ફ્લૅમ પર તળી (High Flame Frying) લો. ભટુરાને ઝારા વડે હળવા દબાવતા રહીને, એની ઉપર ગરમ તેલ રેડતા જવું અને આ રીતે તળી લેવા. આ પ્રમાણે કરવાથી એકદમ ફૂલેલા ભટુરા બનશે અને ખાવામાં તદ્દન ટૅસ્ટી લાગશે!

સર્વ કરવાની વિધિ
ટેસ્ટી છોલે રેડી કરીને પછી ગરમાગરમ ભટૂરા સાથે સમારેલા ડુંગળીના લચ્છા અને પંજાબી અથાણા સાથે સર્વ કરો. આ ડીશનો સ્વાદ વધારવા માટે સરસિયા (Mustard Oil)માં 5 થી 6 લીલાં મરચાં તળી એની ઉપર મીઠું ભભરાવીને પીરસો, ખાવામાં લિજ્જત આવી જશે!
આ પણ વાંચો: શિયાળામાં ગોળને અવશ્ય તમારા ડાયેટમાં સામેલ કરો…સ્વાસ્થ્યને મળશે ઘણા લાભ…આ 5 રેસિપીથી!
આ પણ વાંચો: હળદર કેવળ કિચનનો મસાલો નથી, દવા છે! ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ એના 8 જાદુઇ સ્વાસ્થ્ય લાભ વિશે…
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!
