Not Set/ Pm મોદી આજે મેટ્રો ટ્રેનનું કરશે લોકાર્પણ,આટલા દિવસ સુધી ફ્રી માં કરી શકાશે મુસાફરી

અમદાવાદ, PM મોદી આજે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. વસ્ત્રાલ ગામમાં મેટ્રો સ્ટેશનથી લોકાર્પમ કરશે. PMના આવાના ખાતે સ્ટેશનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠાવામાં આવ્યા છે. જો કે હાલ મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. મેટ્રો સ્ટેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને PM મોદી આજે મેટ્રો ટ્રેનને લિલિ ઝંડી આપશે.જો કે ટ્રેન વસ્ત્રાલથી એપેરલ પાર્ક […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

PM મોદી આજે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. વસ્ત્રાલ ગામમાં મેટ્રો સ્ટેશનથી લોકાર્પમ કરશે. PMના આવાના ખાતે સ્ટેશનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠાવામાં આવ્યા છે.

જો કે હાલ મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. મેટ્રો સ્ટેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને PM મોદી આજે મેટ્રો ટ્રેનને લિલિ ઝંડી આપશે.જો કે ટ્રેન વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી દોડવામાં આવશે.

.બુધવારથી જાહેરજનતા માટે ટ્રેન શરૂ કરવામાં આવશે. 6 માર્ચ થી 15 માર્ચ સુધી ફ્રીમાં મુસાફરી કરી શકાશે. મેટ્રોના કુલ બે રૂટ છે જેમાં ઇસ્ટ-વેસ્ટ કોરિડોર વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી, જેનું અંતર 21.16 કિમી, અને 6.53 કિમી ટનલ અને 14.63 કિમીનો એલિવેટેડ કોરિડોર છે.

નોર્થ-સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા ગામ સુધી 18.87 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર ઉપરાંત બે ડેપો એપરલ પાર્ક અને ગ્યાસપુર ખાતે છે.

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી ઇસ્ટ-વેસ્ટ કોરિડોર. એપરલ પાર્કથી શાહપુર ટનલમાંનાં 4 મળી કુલ 17 સ્ટેશન, જેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ચોકડી, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી, એપેરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાળુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજ. યુનિ., ગુરુકુળ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ, થલતેજ ગામ સ્ટેશનનો સમાવેશ.

જ્યારે નોર્થ સાઉથ કોરિડોરમાં એપીએમસી, જીવરાજપાર્ક, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલવે સ્ટેશન, એઈસી, સાબરમતી, મોટેરા સ્ટેશન. દરેક સ્ટેશન વચ્ચે 800થી 900 મીટરનું અંતર છે.