Not Set/ આસોમાં અતિવૃષ્ટિ..!! ખેલૈયાનો મૂડ તો આવતી નવરાત્રિ સુધારી દેશે પણ લીલા દુકાળનાં ભયથી પીડિત ધરતીપુત્રોનું શું..?

સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના લીધે ગુજરાતનાં મોટાભાગના જીલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસથી જ વરસાદી વાતાવરણ રહેતાં ખેલૈયાના મિજાજ બગડેલા લાગી રહયાં છે. ગુજરાતનાં મોટા ભાગના જીલ્લામાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે. જુનાગઢજિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ […]

Top Stories Gujarat Others

સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના લીધે ગુજરાતનાં મોટાભાગના જીલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસથી જ વરસાદી વાતાવરણ રહેતાં ખેલૈયાના મિજાજ બગડેલા લાગી રહયાં છે. ગુજરાતનાં મોટા ભાગના જીલ્લામાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે.

જુનાગઢજિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે મેંદરડામાં મધુવંતી નદી બે કાંઠે આવી હતી. તો ભારે વરસાદથી જંગલ વિસ્તારમાં નદીનાળા પણ બે કાંઠે આવ્યા હતા. ગીર કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. તો રોડ-રસ્તા પર પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. અંબાળા, પાતરામા, ગઢારી સહિતના ગ્રામ્ય વિસ્તારો સંર્પક વિહોણા બન્યા છે.

તો જૂનાગઢના માંગરોળ સહિતના દરિયાઈ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે. માંગરોળ કામનાથ પાસે નોળી નદીમાં ઘોડાપુર આવ્યુ છે. કામનાથ પાસેનો પુલ વાહનવ્યવહાર માટે બંધ  કરવામા આવ્યો છે. શેખપુર, લંબોરા, ચોટલીવીડી, વીરપુર સહિતના ગામનો સંપર્ક તુટયો છે. માંગરોળ શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને કોરણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગીર જંગલ વિસ્તાર તથા‌ તાલાલા સુતાપાડ ‌ભારે વરસાદને લઈ પ્રાંચીની સરસ્વતી નદીમાં  ઘોડાપુર આવ્યું છે. વર્તમાન ચોમાસા દરમિયાન માધવરાયજી સાતમી વખત જળમગ્ન થયા છે. માધવરાયજી મંદિર ફરી વખત સરસ્વતી નદીમાં ગરકાવ થયું છે……તો બીજી તરફ. વરસાદને લઇને ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોના પાકોમાં ભારે નુકસાની જોવા મળી રહી છે..જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે…

 

બનાસકાંઠાના થરાદ પંથકમાં પણ વરસાદે ખેલૈયાનો મૂડ બગાડયો છે. નવરાત્રીનાં પ્રારંભથી વરસાદ શરૂ થયો છે. વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં જિલ્લાનાં  મોટા ભાગના વોસટરપ્મા વરસાદી વાતાવરણ જામ્યું છે. વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી.

આ વખતે કચ્છના રણ પ્રદેશમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. કચ્છના મુન્દ્રામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રોડ-રસ્તા પર તેમજ નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગયા છે. મુન્દ્રામાં 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે રોડ-રસ્તા પર પાણી ભરાયા હતા. તેમજ  નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બુજી બાજુ ખેલૈયા પણ આ વરસાદને નિરુત્સાહી જોવા મળી રહ્યાં છે.

અરબી સમુદ્ર માં સર્જાયેલ સાયક્લોનિક દબાણ ને કારણે મુન્દ્રા તેમજ આજબાજુના વિસ્તારો માં ભારે વરસાદ ચાલુ છે. ગઇ રાત્રે 8 વાગ્યાથી પડી રહેલા વરસાદે મુન્દ્રામાં મહેર તો કરી છે. પણ મુન્દ્રામાં બજાર અને ગામમાં પાણી ભરાઈ ગયા છે. રાત્રે આઠ વાગ્યાથી આજે સવારના 10 વાગ્યા સુધી 6 ઇંચ જેટલો વરસાદ મુન્દ્રામાં નોધાયો છે. હજુ પણ વરસાદ ચાલુ છે.

ભગવાન કૃષ્ણની નગરી એટ્લે દ્વારિકા પણ આ વર્ષે ભારે વરસાદનો સામનો કરી રહી છે. દ્વારકામાં ભાણવડ તાલુકાનાં વર્તુ-2 ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. જયારે  લોકોને નીચાણ વારા વિસ્તારમાં ન જવાની સૂચના  આપવામાં આવી છે. વધુ વરસાદથી લોકોમા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ડેમ પોરબંદર જિલ્લા 12 ગામ અને ભાણવડ તાલુકા 8 ગામ ને સિંચાઈ નું પાણી પૂરું પડે છે અને ભાણવડ તાલુકા ના 27 ગામને પીવાના નું પાણી પૂરું પાડે છે..

વાત કરીએ… પોરબંદર શહેરની  તો અંહી પણ બારેમેઘ ખંગની પરિસ્થિતી જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યાં લોકો વરસાદ માટે પ્રાથના કરતાં હતા તે જ હવે મેઘરાજા ને ખમૈયા કરવાં કહી રહ્યાં છે. બરડા પંથકના વડાળા ગામે રામ મંદિર પર વીજળી પડી હતી. વીજળી પડતા મંદિરના શિખરને નુકશાન થયું છે. બરડાના બગવદર સહિતના ગામોમાં 3 થી 4 ઈંચ વરસાદ પડયો.

અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પાટણમાં 6 કલાકમાં પોણા સાત ઇંચ વરસાદ ખાબકતાં શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો સરસ્વતી તાલુકામાં અઢી ઇંચ, સિદ્ધપુરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. વિસનગરમાં અઢી ઇંચ, ઊંઝામાં 2 ઇંચ પાણી પડ્યું હતું. ડીસામાં એક કલાકમાં પોણા બે ઈંચ થયો હતો. સૌરાષ્ટ્રમાં વિસાવદરમાં ચાર ઇંચ અને દક્ષિણ ગુજરાતમાં ઓલપાડમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો

સૌરાષ્ટ્રનો મોટો ભાદર ડેમ 1 ફરી ઓવેરફલો થયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. ડેમના 7 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ડેમનાં નિચાણ વાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ નીચેના 17 જેટલા ગામોને એલર્ટ કરવામા આવ્યો છે. લોકોને નદીના પટમાં નહિ જવા તંત્ર દ્વારા સૂચના આપવામા આવી છે.

ધોરાજીના જામકંડોરણના રામપરા ગામે એક કાર પાણીમાં તણાઇ હતી. જેથી પાંચ જેટલો લોકો લાપતા થયા છે. આ પરિવારના લોકો ગોંડલના ખડવંથલી થી રામપરા ગામે જઇ રહ્યા હતા. આ દરમિયાન કાર રામપર ગામની નદીમાં તણાઇ ગઇ હતી. કારમાં છ લોકો સવાર હતા. જેમાંથી એકને ગામ લોકો દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. જ્યારે પાંચ લોકોને શોધવા માટેની એનડીઆરએફની ટીમ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : ખેલૈયાની મજા બગાડી શકે છે…? વરસાદી વિલન, આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ

મોરબી શહેરમાં એક ઇંચ અને ટંકારામાં બે ઇંચ પાણી વરસાવી દીધું હતું. પોરબંદર જિલ્લામાં અડધાથી બે ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો. તાલાલામાં સવા ત્રણ ઇંચ અને વિસાવદર સાડા ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ 1થી બે ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના ખાંભામાં 2 ઇંચ, દક્ષિણ ગુજરાતમાં ઓલપાડ તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અંકલેશ્વરમાં પણ 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો.

સુરેન્દ્રનગરમાં વરસાદ વરસ્યો હતો. વઢવાણ, મુળી, ધ્રાંગધ્રા, લીંબડી,  લખતર, ચોટીલા, સાયલા, સહીત આસપાસના ગામોમાં વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નવરાત્રીને બાજુએ મૂકીને લોકોમાં  વરસાદ ને લઈને ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકશાનીની આશંકા દેખાઇ રહી છે.

ઓલપાડ તાલુકામાં પવન અને વરસતા વરસાદ વચ્ચે તાલુકામાં કેટલાક ખેડૂતોના ખેતરોમાં ડાંગરનો પાક ધરાશયી થઈ ગયો હતો. ત્યારે વહેલા રોપેલા ડાંગર પર કંઠી આવતા હવે પાક તૈયાર થઈ જવાના આરે છે, ત્યારે પડેલા વરસાદને લઈ ડાંગરનો પાક આડો પડી જતાં ભારે નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં ચોમાસું બાજરીનો પાક તૈયાર થઈ ગયો છે તેના કાપણી ચાલી રહી છે ત્યારે વરસાદ પડતાં તૈયાર માલ ખેડૂતોના હાથમાંથી જતો રહ્યો છે.

જામનગરમાં છેલ્લા બે દિવસ થી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. ચાર કલાકમાં અઢી ઇંચ  વરસાદ નોંધાયો છે. તાલુકાઓમાં સૌથી વધુ  વરસાદ જોડિયામાં બે ઇંચ નોંધાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તંત્ર દ્વારા રંગમતી ડેમ, આજી-4 અને ઊંડ-1 ડેમના દરવાજા ખોલવામા આવ્યા છે.

સુરતમાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદ વરસવાને કારણ  અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. અઠવા લાઇન્સ,અડાજણ,રાંદેર, વેસુ,નાનપુરા સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પવન સાથે ધોધમાર વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..તો બીજી તરફ નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.

વરસાદી માહોલ વચ્ચે મેશ્વો ડેમ ઓવરફલો થતા બીજા દિવસે પણ પાણી વહેવાનું યથાવત છે.. તો અરવલ્લી જિલ્લાના બહેચરપુરા ચેકડેમની સપાટી 700 ક્યુસેક નોંધાઈ છે. ત્યારે બહેચરપુરા સહિત   આસપાસના 15 જેટલા ગામોને લોકોને હાલાકી સામનો કરવા પડયો હતો. શામળાજીની રેફરલ હોસ્પિટલ સુધી દર્દીઓને જવામાં પણ મુશ્કેલી થઈ રહી છે.  નદીકાંઠાના નજીક મુકેલા વેપારીઓના કેબીનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.   સાબરકાંઠામાં પણ હાથમતી નદી બે કાંઠે વહી રહી છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.