Not Set/ PM મોદીએ દશાશ્વમેઘ ખાતે ગંગામૈયાની કરી આરતી, વિશાળ જનમેદની વચ્ચે મેગા રોડ શો પૂર્ણ

વારાણસી, વડાપ્રધાન મોદી વારાણસીમાં 26 એપ્રિલના રોજ તેનું લોકસભા ચૂંટણી માટે નામાંકન દાખલ કરશે. તે પહેલા તેઓએ વારાણસીમાં રોડ શો કર્યો હતો. માલવીય પ્રતિમાથી 7 કિલોમીટર સુધી ચાલેલા આ રોડ શોમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. વારાણસીની દરેક ગલીઓમાં મોદી મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત પીએમ મોદીનું ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા કરીને […]

Top Stories

વારાણસી,

વડાપ્રધાન મોદી વારાણસીમાં 26 એપ્રિલના રોજ તેનું લોકસભા ચૂંટણી માટે નામાંકન દાખલ કરશે. તે પહેલા તેઓએ વારાણસીમાં રોડ શો કર્યો હતો. માલવીય પ્રતિમાથી 7 કિલોમીટર સુધી ચાલેલા આ રોડ શોમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. વારાણસીની દરેક ગલીઓમાં મોદી મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત પીએમ મોદીનું ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની સાથોસાથ ઉદ્વવ ઠાકરે, નીતિશ કુમાર, અમિત શાહ, યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ પંડિત માલવિયાને પુષ્પાંજલી આપીને રોડ શો શરૂ કર્યો હતો અને દશાશ્વમેઘ ઘાટ ખાતે ગંગામૈયાની આરતી કરી હતી. નોંધનીય છે કે આવતીકાલે પીએમ મોદી વારાણસી બેઠક માટે તેનું નામાંકન દાખલ કરશે.

પીએમ મોદીના મેગા રોડ શો થી દશાશ્વમેઘની આરતી સુધીની અપડેટ અહીંયા વાંચો 

પીએમ મોદીએ મા ગંગાની શ્રદ્વાપૂર્વક આરતી કરી હતી.

પીએમ મોદીએ મા ગંગાની શ્રદ્વાપૂર્વક આરતી કરી હતી.

મોદીએ દશાશ્વમેઘ ઘાટ ખાતે આરતીમાં સામેલ થયા હતા. આ સમયે તેની સાથે યોગી આદિત્યનાથ, અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રોડ શોની અપડેટ્સ 

મોદીએ  BHU માં  રોડ શોની શરૂઆતમાં પંડિત મદન મોહન માલવિયાને પુષ્પાજંલી અર્પણ કરી હતી

BHU ગેટથી રોડ શો નો પ્રારંભ થયો

રોડ શોની લાઇવ અપડેટ્સ

પંડિત મદનમોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી

કારમાં સવાર મોદી

મોટી સંખ્યામાં જનમેદની ઉમટી

વારાણસીના રસ્તાઓ પર લાગ્યા મોદીના નારા

યોગી આદિત્યનાથ, ઉદ્વવ ઠાકરે, નીતિશ કુમાર ઉપસ્થિત

રવિદાસ ગેટ તરફ આગળ વધી રહ્યો છે રોડ શો

PM મોદી જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે

PM મોદી પર ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા થઇ રહી છે

અનેક જગ્યાએ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

BHU થી ચાલુ થયેલો રોડ શો મદનપુરા થઇને સુનારપુરા પહોંચ્યો છે

ટૂંક સમયમાં જ PM મોદી દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં સામેલ થશે