વડોદરા,
વડોદરાનાં ઓલ્ડ પાદરા રોડ પર મોડેલિંગ કરતી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર અક્ષરચોક પાસે આવેલા રિલાયન્સ મોલની પાછળ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં આ યુવતીની હત્યા તેના પ્રેમીએ જ કરી હોવાનું સામે આવ્યું છે.
મૃતક યુવતી પ્રાચી મોર્ય મોડલીંગનું કામ કરતી હતી.
આર્ટીસ્ટ તરીકે મોડલીંગનું કામ કરતી પ્રાચી જેપી રોડ પર આવેલ ઓર્ચીડ ડુપ્લેક્સમાં રહે છે.પ્રાચી મંગળવારે તેના મિત્ર અંકિત સાથે ખંભાતમાં ડ્રામાનો શો પતાવી વડોદરા પાછી ફરતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. પ્રાચી મૌર્ય વડોદરાની એપ્રોચ ડ્રામા સંસ્થામાં કામ કરે છે. ગઇકાલે બુધવારે એપ્રોચ સંસ્થાની ટીમ ડ્રામાના પોગ્રામ માટે ખંભાત ગઇ હતી. ત્યાંથી રાત્રે તેમની ટીમ પરત ફરી હતી. અને આજે સવારે પ્રાચી મોર્યનો મૃતદેહ મળી આવ્યો હતો. મૂળ ભરૂચની પ્રાચી માતા યશોદાબેન અને નાની બહેન સચી સાથે વડોદરામાં રહેતી હતી.
પોલીસે અંકિતની અટકાયત કરીને તેની પુછપરછ કરતાં જાણવા મળ્યું કે પ્રાચી છેલ્લા વાસિમ નામના યુવકને મળી હતી.પ્રાચી વાસિમ સાથે ઘર તરફ જવા રવાના થઇ હતી.
પોલીસે પ્રાચીની હત્યાના આરોપસર વાસિમની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે વાસિમ અને પ્રાચી વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતું બે મહિના પહેલા આ સંબંધનો અંત આવ્યો હતો.એ પછી પ્રાચી કોઇ અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધમાં હતી જે વાસિમને પસંદ ના પડતાં તેણે ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી.
વાસિમનાપિતા સીઆઇએસએફનાં નિવૃત પીએસઆઇ છે.
