રોડ શો/ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઉમરગામ રોડ શોમાં મોદીના નારા લાગ્યા

ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોકભાઈ પટેલના સમર્થનમાં ઉમરગામમાં એક રોડશો યોજ્યો હતો

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે પાર્ટીઓ ચૂટણી પ્રચારમાં લાગી છે એવામાં પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. સૌપ્રથમ તેઓએ ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોકભાઈ પટેલના સમર્થનમાં ઉમરગામમાં એક રોડશો યોજ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોકભાઈ પટેલ 2017 માં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને આ વખતે તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉમરગામ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવાર અશોકભાઈ પટેલ પણ રોડ શોમાં જોડાયા હતા. જોકે ભગવંત માનના રોડશો દરમિયાન અને ભગવંત માનના સંબોધન વખતે ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. જેને કારણે થોડા સમય દરમિયાન વાતાવરણ ગરમાયું હતું.જોકે ફરજ પર તૈનાત પોલીસકર્મીઓએ મોદી મોદીના નારા લગાવતા ભાજપના કાર્યકર્તાઓને દૂર કર્યા હતા. ત્યારે બીજી તરફ આમ આદમી રોડ શોથી પહેલા બેનર અને પોસ્ટરો નગરપાલિકાના કર્મચારીઓ નીકળી જતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલે કહ્યું કે, અમારી જીત નક્કી છે જેના કારણે ભાજપાના કાર્યકર્તાઓ ગભરાઇ ગયા છે તેથી આવા કામો કરી રહ્યા છે.