Election/ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 46 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી

કોંગ્રેસે હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે 46 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ખાસ વાત એ છે કે ભાજપના વર્તમાન મુખ્યમંત્રી જયરામ ઠાકુરની સીટ પર કોંગ્રેસે ચેતરામ ઠાકુરને ટિકિટ આપી છે

Top Stories Gujarat

કોંગ્રેસે હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે 46 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ખાસ વાત એ છે કે ભાજપના વર્તમાન મુખ્યમંત્રી જયરામ ઠાકુરની સીટ પર કોંગ્રેસે ચેતરામ ઠાકુરને ટિકિટ આપી છે. ચેતરામ ઠાકુર હાલ હિમાચલ પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ છે.ઉલ્લેખનીય છે  કે હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટો છે અને તમામ સીટો પર 12 નવેમ્બરે એકસાથે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. પરંતુ આ વખતે ચૂંટણી રસપ્રદ બની રહી છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.

પાર્ટીએ ધર્મશાલાથી સુધીર શર્માને મેદાનમાં ઉતાર્યા છે. તે જ સમયે, સુંદર ઠાકુરને કુલ્લુથી ટિકિટ મળી છે. ચંપા ઠાકુરને મંડીથી ટિકિટ આપવામાં આવી છે. મુકેશ અગ્નિહોત્રીને હરોલીથી, આશા કુમારીને ડેલહાઉસીથી અને સુખવિંદર સુખુને નાદૌનથી ચૂંટણી લડવા માટે ટિકિટ મળી છે.