રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ અને મોદી સરકાર વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. પરંતુ હવે આ લડાઈ કોંગ્રેસ વિરુદ્ધ અનિલ અંબાણી થતી જાય છે. અનિલ અંબાણીએ આ પહેલા આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બે ચિઠ્ઠીઓ લખી હતી. અને હવે એમણે કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલને લીગલ નોટિસ મોકલી છે.
આ નોટિસમાં અનિલ અંબાણીએ કહ્યું છે કે કોંગ્રેસ પ્રવક્તા કોઈ પુરાવા વગર આરોપ ના લગાવે. ફક્ત એટલું જ બોલે જેટલા એમની પાસે પુરાવા છે. અંબાણીએ ચેતવણી આપી છે કે કોંગ્રેસ પાર્ટી અથવા એના કોઈ પ્રવક્તા કોઈ પણ ખોટી માહિતી ના ફેલાવે.
Congress Spokesperson Jaiveer Shergill receives a cease & desist notice from Anil Ambani led Reliance Infrastructure, Reliance Defence & Reliance Aerostructure asking him to restrain from speaking on Rafale, failing which he will face legal consequences. pic.twitter.com/9yAa2zUcnB
— ANI (@ANI) August 22, 2018
નોટિસમાં અનિલ અંબાણીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, અશોક ચવ્હાણ, સંજય નિરુપમ, અભિષેક મનુ સિંધવી અને અન્ય નેતાઓ ખોટા તથ્યો સાથે એમની પર તેમજ એમના સમૂહ પર લાંછન લગાવી રહ્યા છે. સમૂહે હવે આ બધા વિરુદ્ધ કોર્ટમાં મામલો ચલાવવાનો ફેંસલો કર્યો છે.

નોટિસમાં સાફ લખવામાં આવ્યું છે કે બધા નેતાઓ પાસે રાઈટ ટુ ફ્રીડમ જરૂર છે. પરંતુ તેઓ જવાબદારી સાથે બોલે અને તથ્યો પર બોલે. એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી મારી સંસ્થા વિરુદ્ધ કેમ્પેઇન ચલાવી રહી છે. જણાવી દઈએ કે રાફેલ ડીલના મુદ્દે જયવીર શેરગિલ કોંગ્રેસ તરફથી આક્રમક રૂપે ભાજપ સરકારને ઘેરી રહ્યા છે.
કોંગ્રેસનો દાવો છે કે યુપીએ સરકારે જે વિમાનની ડીલ કરી હતી, એ વિમાનને મોદી સરકાર ત્રણ ગણી કિંમતમાં ખરીદી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આ નવી ડીલમાં કોઈ પણ ટેક્નોલોજી ટ્રાન્સફરની વાત થઇ નથી.
