Health Tips/ હૅર ફૉલમાં કોળાના બીજ ફાયદાકારક છે ખરાં? આયુર્વેદ એક્સપર્ટ પાસેથી જાણીએ…

કોળાના બીજ (Pumpkin Seeds) પોષક તત્વોથી ભરપૂર હોય છે અને એમને આહારમાં સામેલ કરવાથી વાળ ખરવાની અને અન્ય સમસ્યામાં રાહત મળે છે…

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle
Pumpkin Seeds નું યોગ્ય રીતે સેવન વાળને ખરતા અટકાવશે!

Health Tips: કોળાના બીજ (Pumpkin Seeds) પોષક તત્વોથી ભરપૂર હોય છે અને એમને આહારમાં સામેલ કરવાથી વાળના સ્વાસ્થ્ય (Health)ને સપોર્ટ મળી શકે છે.

વાળ ખરવા (Hair Fall) એ આજકાલ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. હૅર ફૉલની પાછળ મુખ્ય રુપે તણાવ અને પાચન (Tension & Digestion) સાથે સંલગ્ન સમસ્યાઓ અને પોષણની ઉણપ જેવા કારણો જવાબદાર હોય છે. આયુર્વેદિક તબીબોના મતે વાળને પોષક તત્વો પ્રદાન કરવા અત્યંત જરુરી છે. એમના જણાવ્યા મુજબ, કોળાના બીજ (Pumpkin Seeds) પોષક તત્વોથી ભરપૂર હોય છે અને એમને આહારમાં સામેલ કરવાથી વાળના સ્વાસ્થ્ય (Health)ને સપોર્ટ મળી શકે છે. તો જાણીએ કે કોળાના બીજ વાળ માટે શી રીતે ફાયદાકારક છે?

આજના પ્રદૂષણયુક્ત વાતાવરણ, કેમિકલ પ્રોડક્ટ્સનો અતિશય વપરાશ અને ગરમ પાણીના ઉપયોગને કારણે વાળ નબળા પડીને તૂટવા લાગે છે. વાળની ડ્રાયનેસ અને વાળ ખરવાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે કોળાના બીજ (Pumpkin Seeds) ઉત્તમ અને કુદરતી ઉપાય માનવામાં આવે છે. જો કોળાના બીજને કેટલાક ખાસ સૂકા  મેવા સાથે પલાળીને પણ ખાવામાં આવે, તો વાળના મૂળ મજબૂત થાય છે અને વાળનો ગ્રોથ ઝડપથી વધવા લાગે છે.વાળને સિલ્કી, શાઈની અને મુલાયમ બનાવવા માટે ઘરે જ આ સરળ અને અસરકારક નુસખાને અજમાવી શકાય છે.

વાળ નબળા પડીને તૂટવા

કોળાના બીજના પોષક તત્વો (Pumpkin seeds Nutrients)

તમે કદાચ નહિં જાણતા હો પણ કોળા પોષણથી ભરપૂર હોય છે. એમના બીજ મૅગ્નેશિયમ, ઝીંક, ટ્રિપ્ટોફૅન અને હૅલ્ધી ફેટ્સ (Magnesium, Zinc, Tryptophan and Healthy Fats) જેવા પોષક તત્વો ધરાવે છે. આ પૈકી મૅગ્નેશિયમ આપણી નર્વસ સિસ્ટમને અને મસલ્સની કાર્યક્ષમતાને વધારે છે. જ્યારે ઝીંક વાળ અને ત્વચા (Hair and Skin) સહિત શરીરના સામાન્ય ટિશ્યૂની હૅલ્થ માટે આવશ્યક છે.

આ પોષક તત્વોના કારણે જ કોળાના બીજ સંતુલિત ડાયેટ (Balanced Diet)નો એક ભાગ બનાવવાથી આપણા વાળ ઉપરાંત, સમગ્રતયા સ્વાસ્થ્યને સપોર્ટ કરી શકે છે.

કોળાના બીજ વાળ માટે કેમ ફાયદાકારક? (Benefits of Pumpkin Seeds in Hair Fall)

કોળાના બીજ વાળના સ્વાસ્થ્ય માટે ઘણા જ ફાયદાકારક મનાય છે. એમાં હાજર રહેલા ઝીંક, પ્રોટીન, હૅલ્ધી ફેટ્સ અને મિનરલ્સ વાળના મૂળ અને હૅર ફૉલિકલ્સને આવશ્યક પોષણ પ્રદાન કરે છે. નિયમિતપણે સંતુલિત આહારના ભાગરુપે કોળાના બીજનું સેવન કરવાથી વાળનો ગ્રોથ (Hair Growth) સારો થાય છે અને તે મજબૂત બનવાથી ખરવાનું પ્રમાણ ઘટી શકે છે.

કોળાના બીજ ખાવાની યોગ્ય રીત

કોળાના બીજ ખાવાની યોગ્ય રીત (How to consume Pumpkin seeds)

ઊંઘતા પહેલા 1 કલાક અગાઉ 1 મોટી ચમચી હળવા શેકેલા કોળાના બીજ ખાઈ શકાય છે. એમને સારી રીતે ચાવીને ખાવા બહેતર રહેશે. સવારે પલાળેલા કોળાના બીજની સાથે પલાળેલી બદામ અને એક અખરોટ (Almond & Walnut) ખાઈ શકાય છે. એમને નરણા કોઠે અથવા નાસ્તાની સાથે ખાવાની સલાહ આપવામાં આવે છે.

આયુર્વેદિક તબીબો (Ayurveda)ના મતે, જો તમને પેટ ફૂલવાની તકલીફ (Bloating) રહેતી હોય તો એક ચપટી આદુ અથવા કાળા મરીની સાથે એમનું સેવન ફાયદાકારક રહે છે. દરરોજ 1 થી 2 મોટી ચમચી કોળાના બીજ ખાવાથી બચવું અને વધારે પડતા નમકીન કે પેકિંગ વાળા બજારના બીજ કરતાં સાદા સૂકવેલા બીજ ખાવા વધુ યોગ્ય છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો : ખરતા વાળની સમસ્યાથી છો પરેશાન? નાળિયેર તેલમાં મિક્સ કરો આ ૩ વસ્તુઓ, વાળ બનશે મજબૂત

આ પણ વાંચો : તમારા વાળ પણ થઈ જાય છે ફ્રીઝી…રુખા-સૂખા..! આ ટિપ્સ અજમાવો…સ્મૂધ અને શાઈની લાગશે!

આ પણ વાંચો : શિયાળામાં રુખા વાળની સંભાળ શી રીતે રાખશો? નોંધી લો હેર કેરની આ અનમોલ ટિપ્સ…