Not Set/ કોરોના બધાને નડે છે પણ રાજકારણીઓને નહિ!!

મંદિરોમાં ધાર્મિક મેળાવડા બંધ છે. હમણાં લગ્નગાળો બહુ છે નહિ સામાજિક મેળાવડા તો લગભગ બંધ જ છે. શાળાઓ બંધ છે, કોલેજો પણ લગભગ બંધ છે.

India Trending

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

શાળા-કોલેજ બંધ ધર્મસ્થળોનાં ધાર્મિક પ્રસંગો બંધ છતાં પાંચ રાજ્યોમાં ચૂંટણી અને 11 રાજ્યોમાં પેટા ચૂંટણી અને ગુજરાતમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત અમદાવાદના પાદરમાં આવેલા ગાંધીનગરમાં રાજકારણીઓ ચૂંટણી ઉત્સવ ઉજવે જ છે.

દેશમાં કોરોનાનો કહેર રોજના 1 લાખ પોઝીટીવ કેસનાં આંકડે પહોંચવામાં છે માત્ર મહારાષ્ટ્રમાં રોજના 40 હજારથી વધુ કેસ નોંધાય છે. ગુજરાતમાં રજાના દિવસે રવિવારે કોરોનાના કેસો 2800ના આંકને વટાવી ગયા છે. ચાર મહાનગરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ગુજરાતમાં કુલ કેસના 70 ટકા કરતાં વધુ કેસ નોંધાયા છે. જ્યારે અન્ય બે મહાનગરો જામનગર અને ભાવનગરમાં આંકડો ભલે ઓછો દેખાતો હોય પરંતુ તે છેલ્લા એક-દોઢ વર્ષના કોરોના કાળમાં સૌથી વધારે છે. કોરોનાની અસર હવે શેર બજારને થવાની શઆત થઈ છે. શેરબજાર એપ્રીલના બીજા સપ્તાહના પ્રથમ દિવસે ડાઉન થયો છે. 1300 પોઈન્ટનું ગાબડું પડતા રોકાણકારોના કરોડો પિયા ધોવાઈ ગયા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફયુ છે. કેટલાક અન્ય નિયંત્રણો પણ છે. મહારાષ્ટ્રમાં જેને મીની લોકડાઉન કહેવામાં આવે છે તે સ્થિતિથી ગુજરાત દૂર નથી. આમ તો વિવિધ સ્થળોએ ચેતવણી અપાતી રહે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતના 11 રાજ્યોમાં કોરોના કહેર મચાવે છે. પંજાબ સહિતના ત્રણ રાજ્યોમાં મીની લોકડાઉન અને રાત્રિ કરફ્યુ પ્રજા ભોગવે છે.

Stage set for third phase of West Bengal polls in 31 seats; Swapan  Dasgupta, Kanti Ganguly in fray | Deccan Herald

જ્યારે દેશના રાજકારણીઓ પાંચ રાજયની ચૂંટણીમાં વ્યસ્ત છે તેમાંય પશ્ર્ચિમ બંગાળમાં તો ટીએમસી હોય ભાજપ હોય કે પછી ડાબેરીઓ હોય બધા કોરોનાની બીક વગર શક્તિ પ્રદર્શન કરવામાં વ્યસ્ત છે અને કોઈપણ રીતે એક્ઠી થયેલી ભીડને આ મહાનુભાવો (રાજકીય) પોતે એક્ઠી કરેલી નહિ પણ પોતાના સમર્થનમાં આવેલી ભીડ કહી રહ્યા છે. તમામ પક્ષોની રેલીઓ, રોડ શો જોઈએ તો આપણને એમજ લાગે કે જાણે દેશનાં લોકોને ભલે કોરોના નડતો હોય પરંતુ રાજકારણીઓને કોરોના અત્યારે તો નડતો નથી.

Coronavirus | Gujarat witnesses 362 cases, 22 deaths - The Hindu

આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાનો કહેર તેના ભૂતકાળના તમામ પ્રકારના વિક્રમો તોડી રહ્યો છે. ચાર મહાનગરો છેલ્લા બે માસથી રાત્રિ કરફ્યુ હેઠળ છે. અમદાવાદમાં તો દિવાળી પહેલા જ્યાં સરકારી હોસ્પિટલો ખાલીખમ દેખાતી હતી ત્યાં અત્યારે આંગળીના વેઢે ગણાય તેટલી જગ્યા ખાલી છે. જો કે સિવિલમાં તો નવા વોર્ડ ઉભો કરવો પડ્યો છે તેવી હાલત છે. સરકાર ભલે ગમે તે કહે પણ મૃત્યુઆંક પણ ધારણા કરતા ઉંચો જ છે. સ્મશાન ગૃહોમાંથી જે અહેવાલો મળે છે તે પણ આ વાતનો પૂરાવો છે. ગુજરાત વિધાનસભાના દસથી વધુ ધારાસભ્યો કોરોનાના સંક્રમણની અસર વાળા થઈ ગયા છે. રવિવારે જે અહેવાલ મળ્યા તે પ્રમાણે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ બાદ મંત્રી ગણપત વસાવા અને દિલીપ ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે સાંસદ ભરત ડાભી પણ કોરોના પોઝીટીવ બન્યા છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને કોરોનાની અસર થઈ છે. અમદાવાદમાં તો કોરોનાની સ્થિતિ દિવસની સાથે વધુ વણસી રહી છે. હવે સચીવાલયનાં કર્મીઓને પણ કોરોનાની અસર થઈ છે. હવે અમદાવાદથી માત્ર 30 કિલો મીટરના અંતરે આવેલા ગાંધીનગરમાં પણ કોરોનાનો ઉપદ્રવ છે જ આમ છતાં 18મી એપ્રિલે યોજાનારી ચૂંટણી અંગે રાજકારણીઓ વ્યસ્ત છે.

Gujarat Municipal Election Results 2021 Live Nagar Nigam Chunav Vote  Counting News Updates: Bjp Congress Candidates Independant Six Civic Bodies  Pm Modi Amit Shah - Gujarat Mc Election Result 2021 Live: भाजपा

અત્યારે ભલે કોઈ રાજકીય પક્ષે મોટી સભા ન યોજવાનું નક્કી કર્યુ છે. પણ આખર ચૂંટણી એ ચૂંટણી છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટનગરની તમામ 44 બેઠકો પર દાવ લગાવ્યો છે. તમામ પક્ષો મતદારોને લોભાવવા માટે ધોળે દિવસે તારા દેખાડવા જેવા વચનો આપી રહ્યા છે. ગાંધીનગરના લોકો કોરોનાના કહેરના લીધે ચૂંટણી મોકુફ રાખી હોત તો શું આભ તૂટી પડવાનું હતુ તેવો પ્રશ્ર્ન કરે છે. ભાજપના નેતાઓ એવું કહે છે કે 6ઠ્ઠી મે એ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી લોકશાહી ધોરણો પ્રમાણે યોજવી જોઈએ. હવે ચૂંટણી મેદાનમાં ભાજપ ઉતરે એટલે મને-કમને કોંગ્રેસે પણ ઉતરવું જોઈએ અને આ વખતે તો આમ આદમી પાર્ટીએ પણ ગાંધીનગરની તમામ બેઠકો પર ઝંપલાવ્યું છે. પ્રચાર પૂરજોશમાં ચાલું છે જેમને કોરોના નથી થયો તેવા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોએ ગાંધીનગરના 111 વોર્ડોની જવાબદારી સંભાળી લીધી છે. ગાંધીનગરમાં 2012 અને 2016 એમ બે વાર ચૂંટણી યોજાઈ છે.

110 Muslim candidates won on BJP ticket in Gujarat local body polls |  Hindustan Times

2012માં કોંગ્રેસની બહુમતી છતા માત્ર દોઢ વર્ષ જ સત્તા ભોગવી શકી હતી. 2016માં ટાઈ થઈ બન્ને પક્ષને સોળ સોળ બેઠકો મળી હતી. છતાં કોંગ્રેસના જ એક સભ્યને ભાજપે મેયર બનાવી દેતા સત્તા સાચવી શકતી નથી. આ વખતે બન્ને પક્ષના અને તેમાંય ખાસ કરીને મોટી સંખ્યામાં કોંગ્રેસનાં મત તોડવા માટે આમ આદમી પાર્ટી ચૂંટણી જંગમાં હાજર છે તેવું નિષ્ણાંતો કહે છે. અત્યારે ગુજરાતના સાત મહાનગરોમાં ભાજપની સત્તા છે એટલે હવે આ હવા લાભ લઈ ભાજપ ગાંધીનગર પણ તોતીંગ બહુમતી સાથે જીતી મહાનગરોમાં સર્વોપરિતા સિદ્ધ કરવા માગે છે. જેમ છ મહાનગરપાલિકાની ચૂંટણી ત્રણ માસ મોડી યોજી તેમ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોડી યોજી હોત તો કોઈ મોટો વાંધો આવવાનો નહોતો. ભાવનગર મહાનગરપાલિકાની 1990 થી 1995 એમ પાંચ વર્ષ સુધી વહીવટદાર શાસનનો લાભ મેળવી ચૂકી છે. તેમાં કોઈ લોકશાહી નિયમોનો ભંગ થતો નથી. પરંતુ ભાજપને સત્તા પી પાણીમાં હાથ સાફ કરવા છે લોકો ભલે મોટી સંખ્યામાં કોરોનાનો ભોગવીને પણ ચૂંટણી તો યોજવીજ છે તેવું કેટલાક નિષ્ણાતો કહે છે.

LIVE: Gujarat municipal election results 2021: DECLARED! Big victory for  BJP - Check corporation, party wise seat details here | Zee Business

જયારે દેશના 11 રાજ્યોની જેમ ગુજરાતની મોરવાહડફ બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. પંચમહાલ જિલ્લો કબ્જે કર્યા બાદ હવે ભાજપ મોરવા હડફ બેઠક કોંગ્રેસ કે અપક્ષ એ કોઈના હાથમાં ન જાય તે માટે પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી છે. ત્યાં ભલે કોવિડ-19ની ગાઈડલાઈનનાં પાલન સાથે ચૂંટણી લડાઈ રહી હોવાનો દાવો રાજકારણીઓ કરતાં હોય પણ સોશીયલ ડિસ્ટન્સના ધજાગરાતો ત્યાંય ઉડી રહ્યા છે.

નિષ્ણાંતો કહે છે કે મંદિરોમાં ધાર્મિક મેળાવડા બંધ છે. હમણાં લગ્નગાળો બહુ છે નહિ સામાજિક મેળાવડા તો લગભગ બંધ જ છે. શાળાઓ બંધ છે, કોલેજો પણ લગભગ બંધ છે. મહાનગરોમાં તો બગીચાઓ પણ બંધ છે. તેવે સમયે રાજકીય મેળાવડા નાના યા મોટા સ્વપે ચાલુ જ છે. બીજી બધી પ્રવૃત્તિઓને કોરોનાનું ગ્રહણ નડે છે. પરંતુ રાજકારણીઓને તો જરાય નડતું નથી તે વાસ્તવિકતા છે.